Surat માં ખાડીપૂર બાદ તંત્રનો મોટો નિર્ણય, વોટર લોગિંગની સમસ્યા હલ કરવા બોરવેલ અને રેઇન ગેજની સંખ્યા વધારાશે
Surat શહેરમાં તાજેતરમાં સર્જાયેલી ખાડીપૂરની ગંભીર પરિસ્થિતિ બાદ વહીવટી તંત્ર દ્વારા ભવિષ્યમાં આ પ્રકારની સમસ્યાઓથી બચવા માટે અત્યારથી જ કમર કસવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદી પાણી ભરાવાની (વોટર લોગિંગ) કાયમી સમસ્યાને ડામવા માટે એક મહત્વપૂર્ણ અને દીર્ઘદ્રષ્ટિવાળો નિર્ણય લેવામાં આવ્યો છે.
Advertisement
Surat : ખાડીપૂરના કડવા અનુભવોમાંથી બોધપાઠ લઈને હવે ઝોન પ્રમાણે વોટર લોગિંગ સ્પોટ્સનું હાઈ-ટેક મેપિંગ કરવામાં આવશે, જેથી ચોમાસા દરમિયાન પાણી ભરાવાના સંભવિત વિસ્તારો પર અગાઉથી જ પકડ જમાવી શકાય. આ નવી યોજના અંતર્ગત શહેરમાં રિચાર્જ બોરવેલ અને વોટર રેઇન ગેજની સંખ્યા મોટા પ્રમાણમાં વધારવામાં આવશે.

