Surat: 14 લાખની હનીટ્રેપ કેસમાં મોટી કાર્યવાહી, સામાજિક અગ્રણી પ્રવીણ ભાલાળાની ધરપકડ
સુરતના વરાછા વિસ્તારમાં 14 લાખની હનીટ્રેપના કેસમાં લાંબા સમયથી ફરાર સામાજિક અગ્રણી પ્રવીણ ભાલાળાની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ એક યુવતી સાથે મળી પોતાના જ મિત્રને હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હતા. માર્ચ 2025માં મહિલાની ધરપકડ બાદ પ્રવીણ ભાલાળા 16 મહિના સુધી ફરાર હતો.
Advertisement
Surat Honey Trap Case: સુરતમાં ચકચાર મચાવનારા હનીટ્રેપ કાંડમાં વરાછા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. લાંબા સમયથી ફરાર ચાલી રહેલા શહેરના સામાજિક અગ્રણી પ્રવીણ ભાલાળાની આખરે ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં 16 મહિના અગાઉ ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે આરોપીને દબોચી લીધો છે. નોંધપાત્ર છે કે, ભોગ બનનાર યુવક ખુદ આરોપી પ્રવીણ ભાલાળાનો મિત્ર હોવાનું તપાસમાં બહાર આવ્યું છે, જેના કારણે આ ઘટનાને લઈને શહેરમાં ભારે ચર્ચા જાગી છે.

