Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat: પિતા-પુત્રીના સંબંધો થયા કલંકિત, સાવકા પિતાએ સગીર પુત્રી પર આચર્યું દુષ્કર્મ

સુરતના માંગરોળ પંથકમાં એક એવી ઘટના બની છે જેણે સંબંધોની મર્યાદાને તાર-તાર કરી નાખી છે. એક સાવકા પિતાએ પોતાની જ પુત્રીને ત્રણ મહિના સુધી ભયના ઓથા હેઠળ રાખીને હવસનો શિકાર બનાવી હતી. માતાને સત્ય સમજાયું ત્યારે આખી ઘટનાનો પર્દાફાશ થયો અને પોલીસ તંત્રએ તાત્કાલિક એક્શન લીધા.
surat  પિતા પુત્રીના સંબંધો થયા કલંકિત  સાવકા પિતાએ સગીર પુત્રી પર આચર્યું દુષ્કર્મ
Advertisement

સુરત (Surat) જિલ્લાના માંગરોળ (Mangrol) તાલુકાના પાલોદ (Palod) નજીકના એક ગામમાં માનવતાને શરમમાં મૂકે તેવી ઘટના સામે આવી છે. એક નરાધમ સાવકા પિતાએ પિતા-પુત્રીના પવિત્ર સંબંધોને કલંકિત કરીને પોતાની જ 15 વર્ષીય સગીર પુત્રીને હવસનો શિકાર બનાવી છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચકચાર જગાવી છે.

પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી

પ્રાપ્ત વિગતો મુજબ, આરોપી પિતા છેલ્લા ત્રણ મહિનાથી પોતાની સગીર પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપીને વારંવાર દુષ્કર્મ આચરતો હતો. આ હવસખોર પિતાની ક્રૂરતાનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે માતા ઘરની બહાર હોય, ત્યારે આ શખ્સ પુત્રીની લાચારીનો ફાયદો ઉઠાવીને તેની સાથે દુષ્કર્મ ગુજારતો હતો. સગીરા સતત ભય અને માનસિક આઘાતમાં જીવી રહી હતી.

Advertisement

Surat: માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

આખરે, જ્યારે આ બાબતની જાણ બાળકીની માતાને થઈ, ત્યારે તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માતાએ હિંમત દાખવીને પાલોદ પોલીસ મથકમાં આરોપી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદને ગંભીરતાથી લઈને તરત જ પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પાલોદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ આ હવસખોર પિતાને દબોચી લીધો હતો અને તેને કાયદાના કઠેરામાં ઉભો કરી જેલના હવાલે કર્યો છે. આ ઘટના બાદ વિસ્તારના લોકોમાં આરોપી પ્રત્યે ભારે ફિટકારની લાગણી જોવા મળી રહી છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: પોશ વિસ્તારમાં કાફેની ગંભીર બેદરકારી, પ્રખ્યાત Mocha Cafe ની કોફીમાં જોવા મળી જીવાત

Tags :
Advertisement

.

×