કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ ખાબકયો હતો, તો સુરતના રૂલર વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો હોવાની વાત સામે આવી છે, ચોમાસું આ વખતે ગુજરાતમાં મોડું છે અને તેના કારણે વરસાદ વરસવામાં વિલંબ પડી રહ્યો છે.
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધી
ઉપરવાસમાં થઈ રહેલી અનુકૂળ વર્ષા અને મધ્યપ્રદેશના ડેમમાંથી પાણીના વિસર્જનને કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હાલમાં ડેમમાં ઉપરવાસમાંથી 16755 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના પગલે ડેમની જળ સપાટી 126.79 મીટર સુધી પહોંચી છે.
મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમના પાવરહાઉસ કાર્યરત થવાથી પાણીની આ આવક સતત ચાલુ છે. જળસ્તરમાં થયેલા આ વધારાને પગલે નર્મદા ડેમના CHPH (કેનાલ હેડ પાવર હાઉસ) ના 3 યુનિટો પણ ચાલુ કરી દેવામાં આવ્યા છે, જેના દ્વારા વીજ ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
સુરત, નવસારી, તાપી અને વલસાડમાં વરસાદ
સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં આવતું ચોમાસું આ વર્ષે 'અલ-નીનો' પેટર્ન અને સાયક્લોનિક અસરોના કારણે લંબાયું છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, 23 જૂન આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશાના વધુ ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ છે, જે બાદ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે.
આ પણ વાંચો : Gir Somnath : ઉના-ગીર ગઢડા રોડ પર ટ્રકના ચાલકે બાઈક સવારને 50 મીટર સુધી ઢસડતા ઘટના સ્થળે મોત