Surat: નાસીર નગરમાં 'નકલી' ડિમોલિશનના ખેલમાં પાલિકા કમિશનરની એન્ટ્રી, જાણો શું કહ્યું?
સુરતના નાસીર નગરમાં થયેલી ડિમોલિશનની કાર્યવાહીએ ભારે હોબાળો મચાવ્યો છે. સ્થાનિક સ્તરે આ કાર્યવાહીને લઈને અનેક શંકા-કુશંકાઓ સેવાઈ રહી હતી, ત્યારે પાલિકા કમિશનરે ખુદ મેદાનમાં આવીને સ્પષ્ટતા આપી છે. આ સમગ્ર ઘટનાક્રમ પાછળ રાજકીય ખેંચતાણનો રંગ પણ ભળેલો જોવા મળી રહ્યો છે.
Advertisement
Surat Demolition Controversy: સુરતના નાસીર નગરમાં થયેલી ડિમોલિશનની કાર્યવાહીએ શહેરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. સ્થાનિક સ્તરે આ કાર્યવાહીને 'નકલી' ગણાવીને વિરોધનો સૂર ઉઠ્યો હતો, જેના પગલે સુરત મહાનગરપાલિકાના કમિશનરનું નિવેદન અત્યંત મહત્વનું માનવામાં આવે છે. કમિશનરે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ કાર્યવાહી પાલિકા દ્વારા જ કરવામાં આવી હતી.

