Surat : પાંડેસરામાં દુકાનના છતનું પતરૂ કાપી તસ્કરો 20 લાખથી વધુના દાગીના લઈ ફરાર
Surat : પાંડેસરા વિસ્તારમાં જવેલર્સની દુકાનમાં ચોરીની ઘટના બની છે. જેમાં તસ્કરોએ દુકાનની ઉપર છતનું પતરૂ કાપીને ચોરી કરી છે, 20 લાખથી વધુના દાગીના ચોરી કરી ગયા હોવાની વાત સામે આવી છે. રાત્રિ દરમિયાન 2 વાગ્યાના અરસામાં દુકાનનું છતનું પતરું કાપી તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા હતા.
Advertisement
Surat : પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે અલગ-અલગ સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીઓની શોધખોળ હાથધરી છે. છ મહિના પહેલા પણ અહીં તસ્કરો દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સમય દરમિયાન દુકાનદાર અહીં પહોંચી જતા તસ્કરો ફરાર થઈ ગયા હતા.

