Surat Rain: સુરતની વરસાદથી ગંભીર સ્થિતિ, અનેક વિસ્તારોમાં ભારાયા પાણી, લોકોને રેસ્ક્યુ કરવાની પડી ફરજ
સુરત શહેરમાં મુશળધાર વરસાદે સામાન્ય જનજીવન ઠપ કરી દીધું છે. ડીંડોલી, વેડ રોડ અને ઓલપાડ જેવા વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકો હાલાકીમાં છે. ખાડીઓ ભયજનક સપાટીએ પહોંચતા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. પાલિકા કમિશનરે નાગરિકોને સુરક્ષિત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા વિનંતી કરી છે.
Advertisement
Surat Rain waterlogging: સુરત શહેરમાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ અવિરત બેટિંગ શરૂ રાખતા ‘ડાયમંડ સિટી’ સંપૂર્ણપણે જળબંબાકાર બની ગયું છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી, જે આજે સાચી ઠરી રહી છે. સવારથી જ શહેરના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડતા જનજીવન ઠપ્પ થઈ ગયું છે.

