Surat: સૂર્યપુર ગરનાળું પાણીમાં ગરકાવ થતા હાલાકી, શહેરની સ્થિતિ ચિંતાજનક
સુરતમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે શહેરના અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા છે. ખાસ કરીને સૂર્યપુર ગરનાળાની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે, જ્યાં વાહનો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તંત્ર દ્વારા રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ વરસાદનો અવિરત પ્રવાહ ચિંતાનો વિષય બન્યો છે.
Advertisement
Surat Suryapur Underpass Waterlogging: સુરત શહેરમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા મુશળધાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સુર્યપુર ગરનાળું (Suryapur Underpass) આ વરસાદનું મુખ્ય કેન્દ્રબિંદુ બન્યું છે, જ્યાં પાણી ભરાઈ જવાથી ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે.

