Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surendranagar ના ચુડામાં મેઘરાજાનું જોર, ચાચકા ડેમ ઓવરફ્લો થતા ઝીંઝાવદર ચેકડેમનો પાળો તૂટ્યો, ખેતરોમાં પાણી ફરી વળ્યા

Surendranagar : સૌરાષ્ટ્રભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની અગાઉની આગાહીને પગલે ચુડા તાલુકામાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. આ સતત અને ભારે વરસાદના કારણે તાલુકાના જળસ્રોતોમાં પાણીની ભારે આવક જોવા મળી છે, જેના પરિણામે ચુડાનો જાણીતો ચાચકા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે.
surendranagar ના ચુડામાં મેઘરાજાનું જોર  ચાચકા ડેમ ઓવરફ્લો થતા ઝીંઝાવદર ચેકડેમનો પાળો તૂટ્યો  ખેતરોમાં પાણી ફરી વળ્યા
Advertisement

Surendranagar : ડેમ છલકાઈ જવાથી આસપાસના વિસ્તારોમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. ચાચકા ડેમ ઓવરફ્લો થવાના કારણે અને પાણીની ભારે આવક ચાલુ રહેવાને લીધે નીચાણવાળા વિસ્તારમાં આવેલ ઝીંઝાવદર ગામનો ચેકડેમ આ આંચકો સહન કરી શક્યો ન હતો. પાણીના અતિશય દબાણને કારણે ઝીંઝાવદર ચેકડેમનો પાળો તૂટી ગયો હતો.

Tags :
Advertisement

.

×