Surendranagar: લીંબડીમાં સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠથી ભવ્ય રથયાત્રા નીકળી, ધારાસભ્ય કિરિટસિંહ રાણાએ પહિંદ વિધિ કરીને શરૂ કરાવી
સુરેન્દ્રનગરના લીંબડીમાં નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રાએ આ વર્ષે ભક્તિની સાથે સામાજિક સમરસતાની નવી ઊંચાઈઓ આંબી છે. ધારાસભ્ય દ્વારા વિધિવત પ્રારંભ અને મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવેલા સેવાકાર્યોએ આ આયોજનને ઐતિહાસિક બનાવ્યું છે.લીંબડીમાં સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠથી ભવ્ય રથયાત્રા નીકળી
Advertisement
Surendranagar Limbdi Rathyatra Unity: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આજે શ્રદ્ધા, ભક્તિ અને કોમી એકતાના અનોખા દર્શન થયા હતા. સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ દ્વારા આયોજિત ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી ત્યારે વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું. આ ભવ્ય રથયાત્રાનો પ્રારંભ લીંબડીના ધારાસભ્ય કિરિટસિંહ રાણા દ્વારા પરંપરાગત 'પહિંદ વિધિ' કરીને કરવામાં આવ્યો હતો. રથને પ્રસ્થાન કરાવતી વેળાએ હજારો ભક્તોના મુખેથી ‘જય જગન્નાથ’ના નાદ સાથે આખું લીંબડી ગુંજી ઉઠ્યું હતું.
નગરચર્યા અને ભક્તિનું ઘોડાપૂર
ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામજી નગરચર્યાએ નીકળ્યા ત્યારે સમગ્ર માર્ગોને ભક્તો દ્વારા સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પર રથયાત્રા પસાર થતી હતી ત્યારે ઠેર-ઠેર ભાવિકોએ રથનું સ્વાગત કર્યું હતું. રથયાત્રાના રૂટ પર ઠેર-ઠેર ભજન મંડળીઓ અને ભક્તજનો દ્વારા ભગવાનની સ્તુતિ કરવામાં આવી હતી, જેણે આ ઉત્સવને વધુ દિવ્ય બનાવ્યો હતો.

