Surendranagar જિલ્લામાં મેઘરાજાનો કહેર, સ્ટેટ હાઇવે બંધ, લખતર અને ધ્રાંગધ્રા પંથકમાં જળબંબાકારથી અનેક ગામો સંપર્ક વિહોણા
Surendranagar જિલ્લામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને જિલ્લાભરમાં રેડ એલર્ટ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અનરાધાર વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મુસાફરોની સલામતીાર્થે લીંબડી-સુરેન્દ્રનગર સ્ટેટ હાઇવેને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. સ્ટેટ હાઇવે પર આવેલા સમલા અને રઈ સાંકળી પાસે રોડ પર પૂરના પાણી ફરી વળતા વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે.
Advertisement
Surendranagar જિલ્લાના લખતર તાલુકામાં પણ વરસાદે ભારે તારાજી સર્જી છે. લખતરનું લરખડીયા ગામ ચારેય બાજુથી પાણીથી ઘેરાઈ જવાથી બેટમાં ફેરવાઈ ગયું છે અને તાલુકા મથક સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો છે. ગામની પાસેથી પસાર થતી ઉમઈ નદીના પાણી ફરી વળવાથી ગામમાં આવવા-જવાનો રસ્તો બંધ થઈ ગયો છે.

