ખગોળશાસ્ત્ર અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ ઘટના ખૂબ જ મહત્વપૂર્ણ છે
આ લાંબા સમયગાળા દરમિયાન વૈજ્ઞાનિકો સૂર્યના કોરોના એટલે કે તેના બાહ્ય વાતાવરણ અને સૌર પવનોનો અત્યંત નજીકથી અભ્યાસ કરી શકશે. આ અદ્ભુત સૂર્યગ્રહણનો સૌથી ભવ્ય અને સંપૂર્ણ નજારો મુખ્યત્વે ઉત્તર આફ્રિકા, દક્ષિણ યુરોપ અને મધ્ય પૂર્વના દેશોમાં જોવા મળશે. સ્પેન, મોરોક્કો, અલ્જેરિયા, લિબિયા, ઇજિપ્ત, સાઉદી અરેબિયા, યમન અને સોમાલિયા જેવા દેશોમાંથી આ નજારો સ્પષ્ટપણે જોઈ શકાશે. ખાસ કરીને ઇજિપ્તના ઐતિહાસિક શહેર લુક્સર નજીક આ ગ્રહણનો મહત્તમ સમયગાળો રેકોર્ડ કરવામાં આવશે, જેને નિહાળવા માટે દુનિયાભરના પ્રવાસીઓ અને વૈજ્ઞાનિકો અત્યારથી જ ઉત્સુક છે.
ભારતીય ખગોળપ્રેમીઓના મનમાં પ્રશ્ન થાય કે શું આ ગ્રહણ ભારતમાં દેખાશે?
ભૌગોલિક સ્થિતિના કારણે 2 ઓગસ્ટ 2027નું આ સંપૂર્ણ સૂર્યગ્રહણ ભારતમાંથી સીધું જોવા મળશે નહીં કારણ કે આ માર્ગ એટલાન્ટિક મહાસાગર, યુરોપ, આફ્રિકા અને આરબ દેશોમાંથી પસાર થાય છે. તેથી ભારતીય ઉપખંડમાં તેની કોઈ ભૌગોલિક દૃશ્યતા રહેશે નહીં. જો કે ટેક્નોલોજીના યુગમાં દેશના નાગરિકો અને અવકાશ રસિયાઓ ઓનલાઈન માધ્યમો અને વિવિધ અંતરિક્ષ એજન્સીઓના લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા આ અદભુત ખગોળીય નજારાનો આનંદ માણી શકશે. જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવીને સૂર્યપ્રકાશને સંપૂર્ણપણે અવરોધે છે ત્યારે આકાશમાં તારાઓ ચમકવા લાગે છે અને તાપમાનમાં અચાનક મોટો ઘટાડો નોંધાય છે, જે પ્રકૃતિ અને જીવસૃષ્ટિ માટે એક અદ્ભુત અનુભવ સાબિત થાય છે.
આ પણ વાંચો : LIVE: Gujarat Latest News : પાટણના રાધનપુરનું વડ પાસર તળાવ ઓવરફ્લો