Tapi ના ડોલવણમાં 5 કલાકમાં જ 11 ઈંચ વરસાદ ખાબકયો, વ્યારાથી ઉનાઈ તરફ જતો નેશનલ હાઈવે બંધ કરાયો
Tapi : દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં મેઘરાજાએ અતિશય રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાત્રિ દરમિયાન તાપી જિલ્લામાં અવિરત અને ધોધમાર વરસાદ વરસતા આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને ડોલવણ તાલુકામાં મેઘરાજાએ સટાસટી બોલાવતા માત્ર 5 કલાકની અંદર જ વિક્રમજનક 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં જળપ્રલય જેવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
Advertisement
Tapi : ભારે વરસાદના પગલે તાપી જિલ્લાની તમામ નદીઓ અને કોતરો બે કાંઠે વહી રહ્યા છે. પાણીની વિપુલ આવકને કારણે વ્યારાથી ઉનાઈ તરફ જતા નેશનલ હાઈવે - 56 પર કોતરના ધસમસતા અને તોફાની પાણી ફરી વળ્યા હતા. હાઈવે પર પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો અને મુસાફરો તથા વાહનચાલકો રસ્તા વચ્ચે જ અટવાઈ જવા મજબૂર બન્યા હતા.

