Today Share Market : શેરબજારમાં તેજી, સેન્સેક્સ 788 પોઈન્ટ ઉછળીને ખુલ્યો, વૈશ્વિક બજારોમાંથી પણ મળ્યા સકારાત્મક સંકેતો
Today Share Market : શ્રાવણના પહેલા સોમવારે ભારતીય શેરબજાર માટે શુભ સાબિત થયો છે અને સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે બજારમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. રોકાણકારો માટે આજના દિવસની શરૂઆત ખૂબ જ ઉત્સાહજનક રહી છે કારણ કે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો મજબૂત વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.
Advertisement
Today Share Market : બીએસઈનો 30 શેરનો સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ 788 પોઈન્ટના શાનદાર ઉછાળા સાથે 78,883 ના સ્તર પર ખુલ્યો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી 50 પણ 189 પોઈન્ટની મજબૂતાઈ સાથે 24,572 ના સ્તરને સ્પર્શવામાં સફળ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરેથી મળેલા મિશ્ર સંકેતો વચ્ચે પણ ભારતીય બજારે પોતાની મજબૂતાઈ જાળવી રાખી છે.

