પરંતુ, કાવતરાબાજ સલીમ કાર લઈને રાજસ્થાનથી છેક વડોદરા સુધી પહોંચી ગયો અને અકોટા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી ગયો હતો.
આરોપી અને સગીરા સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંન્ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.અપહરણ કર્યા બાદ આરોપી સલીમે સગીરા પર અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. આટલેથી ન અટકતા, આરોપીએ સગીરાના દાગીના અને મોબાઈલ ફોન પણ વેચી માર્યા હતા.
આ ગુનામાં સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે આરોપી સલીમનો પરિવાર પણ તેના આ કાળા કરતૂતોમાં સંપૂર્ણપણે સામેલ હતો. આરોપીની માતાએ પીડિતાની માતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને સગીરાને પરત સોંપવાના બદલામાં 1 લાખ રૂપિયાની ખંડણી પણ માંગી હતી.
અકોટા પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી
આ મામલે હિન્દુ સંગઠનો પીડિતાની માતાની વહારે આવ્યા અને વડોદરા તેમજ રાજસ્થાનમાં કાયદાકીય મદદ પૂરી પાડી હતી. આખરે પીડિતાની માતાએ વડોદરાના અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી. પોલીસે સરાહનીય કામગીરી કરીને સગીરાને વિધર્મીના ચુંગાલમાંથી હેમખેમ છોડાવી લીધી છે.
જો કે, આરોપી સલીમ હાલ ફરાર છે અને તેને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. પીડિતાની માતાએ માગ કરી છે કે નરાધમ સલીમ અને તેના ગુનાહિત પરિવાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. વડોદરા પોલીસ હાલ આરોપીને પકડવા માટે સઘન શોધખોળ ચલાવી રહી છે, ત્યારે આ ઘટનાએ સોશિયલ મીડિયાના ઉપયોગ અને સગીરાઓની સુરક્ષાને લઈને ફરી એકવાર મોટા સવાલો ઊભા કર્યા છે.
આ પણ વાંચો : Headline 12 PM : વાંચો સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર