Vadodara : સાવલીના મંજુસર નજીક બની ફાયરિંગ ઘટના, 22 વર્ષીય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો
Vadodara જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર નજીક આવેલ લામડાપુરા કેનાલ પાસે ફાયરિંગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં 22 વર્ષીય પરપ્રાંતીય યુવક રણજીતભાઈ ચૌધરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Advertisement
Vadodara : પ્રાપ્ત વિગતો અનુસાર, ઘટનાસ્થળે ફાયરિંગ થયાના અવાજ બાદ સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. ઈજાગ્રસ્ત યુવકને લોહીલુહાણ હાલતમાં જોતા તાત્કાલિક 108 ઈમરજન્સી સેવા દ્વારા તેમને સારવાર અર્થે વડોદરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

