Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara: કરજણ નર્મદા નદીમાં નહાવા પડેલા 3 મિત્રો ડૂબ્યા, 1ને બચાવી લેવાયો જ્યારે 2 ની શોધખોળ

વડોદરાના કરજણ નજીક રણાપુર ઘાટ પર આજે નર્મદા નદીમાં મોટી દુર્ઘટના બની છે. નહાવા ઉતરેલા મિત્રોના ગ્રુપમાંથી ત્રણ યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે સ્થાનિક લોકોની સમયસૂચકતાથી એક યુવકનો જીવ બચી ગયો છે, પણ બાકીના બે મિત્રો ક્યાં છે તે હજુ રહસ્ય છે. ફાયર વિભાગની ટીમો સતત શોધખોડ કરી રહી છે.
vadodara  કરજણ નર્મદા નદીમાં નહાવા પડેલા 3 મિત્રો ડૂબ્યા  1ને બચાવી લેવાયો જ્યારે 2 ની શોધખોળ
Advertisement

Vadodara Karjan Narmada River Incident: વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના રણાપુર ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં આજે એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. નદીમાં નહાવા પડેલા મિત્રોના ગ્રુપમાંથી ત્રણ યુવકો પાણીના વહેણમાં તણાઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિકોની મદદથી એક યુવકને બચાવી લેવામાં સફળતા મળી છે, જ્યારે અન્ય બે યુવકો હજુ પણ લાપતા છે.

મિત્રોનું ગ્રુપ નદીમાં નાહવા ગયા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે કેટલાક મિત્રોનું ગ્રુપ નર્મદા નદીના રણાપુર ઘાટ પર નહાવા માટે આવ્યું હતું. નહાવા દરમિયાન પાણીના ઊંડાણમાં અચાનક ત્રણેય મિત્રો ડૂબવા લાગ્યા હતા. તેમની બૂમાબૂમ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ ભારે જહેમત બાદ એક યુવકને જીવતો બહાર કાઢી લીધો હતો, જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

Advertisement

Vadodara: ફાયર વિભાગની શોધખોળ

ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. નદીના પાણીમાં ડૂબી ગયેલા અન્ય બે યુવકોની શોધખોડ માટે ફાયર જવાનોએ ઓપરેશન હાથ ધર્યું છે. હાલ નદીમાં પાણીનું સ્તર અને પ્રવાહને ધ્યાનમાં રાખીને બચાવ કામગીરી ખૂબ જ સતર્કતાપૂર્વક કરવામાં આવી રહી છે. પરિવારોમાં ભારે ચિંતા અને આક્રંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Iscon Bridge Hit and Run Case: જેલમાંથી બહાર આવ્યો તથ્ય પટેલ, 34 મહિના બાદ પિતા પુત્રને લેવા પહોંચ્યા જેલ

Tags :
Advertisement

.

×