Vadodara : માંજલપુર બેઠક પર ભાજપમાં ભારે ઉત્તેજના, ધારાસભ્યની બેઠકને લઈ 105 દાવેદારો સાથે સેન્સ પ્રક્રિયા પૂર્ણ
Vadodara : માંજલપુર બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને ધારાસભ્યની બેઠક માટે કુલ 105 કાર્યકરોએ દાવેદારી નોંધાવી હતી, 96 કાર્યકરોએ પ્રદેશ નિરીક્ષકો સમક્ષ રૂબરૂ રજૂઆત કરી અને પ્રદેશ નિરીક્ષકોએ કાર્યકરો અને આગેવાનો સાથે બેઠક યોજી હતી.
Advertisement
Vadodara : સ્થાનિક તેમજ સંગઠનના આગેવાનોના અભિપ્રાય પણ લેવામાં આવ્યા હતા અને સાંજે ધારાસભ્યો સાથે સંકલન બેઠક પણ યોજાઈ હતી, દાવેદારોના નામ પ્રદેશ નેતૃત્વ સમક્ષ મોકલવામાં આવશે. અને 12મી જુલાઈએ ઉમેદવારના નામની જાહેરાત થવાની શક્યતા છે. માંજલપુર બેઠકને લઈને ભાજપમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. . આ બેઠક માટે ભાજપમાં ટિકિટ મેળવવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

