Vadodara : ડભોઈમાં ફરિયાદની તપાસ કરવા ગયેલા બે પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો છે અને સરકારી દવાખાનામાં આ હુમલો કરવામાં આવ્યો છે જે બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે 11 લોકો સામે ગુનો નોંધ્યો છે જેમાં 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 3 મહિલા અને 2 પુરુષ આરોપી ઝડપાયા છે.
Vadodara : ડભોઈમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી સવાલ ઉભા થયા છે, લોકોની રક્ષા કરતી ખાખી પર હુમલો કરવામાં આવ્યો છે અને ભાથાભારે તત્વોએ જાહેરમાં આ હુમલો કર્યો છે. ગુનેગારોમાં કાયદાનો કોઈ ભય જ ન રહ્યો હોય તેમ, ઉશ્કેરાયેલા ટોળાએ ઓન ડ્યુટી હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ પર જાનથી મારી નાખવાના ઈરાદે ઈંટોના પથ્થર ફેંકી તેમને ઈજાગ્રસ્ત કર્યા હતા જેમાં પોલીસને માથાના ભાગે 4 ટાંકા આવ્યા હોવાની વાત સામે આવી છે.
સરકારી દવાખાનામાં હુમલો કર્યો
ડભોઈમાં મહુડી ભાગોળમાં ઘર પાસે મૂકેલું છોડનું પિંજરું હટાવવા મુદ્દે બે પક્ષ વચ્ચે બે દિવસ અગાઉ ઝઘડો થયો હતો. જે બાદ આ સમગ્ર મામલો ડભોઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જેમાં ફરિયાદની તપાસના કામે ડભોઈ પોલીસના બે કર્મચારીઓ પરવેઝ ઉર્ફે રાજા નામના શખ્સને ગઈકાલે પોલીસ સ્ટેશન લાવ્યા હતાં. ત્યારબાદ પરવેઝને લઈ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ બપોરે સરકારી દવાખાને લઈ ગયા હતાં. જ્યાં પરવેઝના ઓળખીતાઓ ભેગા થયા હતાં.
Vadodara : ઈજાગ્રસ્ત પોલીસને સારવાર અર્થે ખસેડાયા
દરમિયાન પરવેઝ ઉર્ફે રાજા સિકંદર ગરાસિયાએ ઉશ્કેરણી કરી હતી કે, આ પોલીસવાળા આપણને જ પકડે છે અને સામાવાળાઓને પકડતા નથી, જેથી આજે તેઓને જાનથી મારી નાખો. જેના પગલે ત્યાં હાજર બીજા શખ્સ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી અને આસીફ તથા હસનેન ઉર્ફે મુન્સીએ જાનથી મારી નાખવાના ઈરાદે ઇંટોના ટુકડા છુટા મારી હેડ કોન્સ્ટેબલ નવીનના માથાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. અન્ય આરોપીઓએ પણ કોન્સ્ટેબલ શુભમને બેરહેમીથી માર મારી તેમની સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી.
આ પણ વાંચો : PM Modi In Gujarat : દક્ષિણ ગુજરાત માટે આજે ઐતિહાસિક દિવસ, રૂ.18 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું થશે લોકાર્પણ