Vadodara માં બોગસ કોલ સેન્ટરનો ભાંડો ફૂટ્યો, 4 ઠગ લોનની લાલચ આપી પડાવતા હતા રૂપિયા
Vadodara ના રેસકોર્સ વિસ્તારમાં બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વિદેશી નાગરિકોને લોનની લાલચ આપી છેતરપિંડી કરતા હોવાની વાત સામે આવી છે. તો વડોદરા એલસીબી ઝોન 2 ની ટીમે દરોડા પાડીને કોલ સેન્ટર ઝડપી પાડયું છે.
Advertisement
Vadodara : પોલીસે આપેલી માહિતી પ્રમાણે વાત કરીએ તો વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં આ કોલ સેન્ટર ચલાવવામાં આવતું હતું અને 4 શખ્સ દ્વારા આ કોલ સેન્ટર ધમધમતું હતુ. પોલીસે દરોડા પાડીને પર્દાફાશ કર્યો છે અને રૂ. 357 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

