તો બીજી ગોળી આરોપીને તેના પહે વાગી હોવાથી તેને ઈજા પહોંચી હતી. ઘટનાના પગલે સમગ્ર વડોદરા જિલ્લા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી હતી અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઇ
4 વર્ષની માસુમ બાળકીની અત્યંત ક્રુરતા પૂર્વક હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવેલા શિનોર તાલુકાના સતિષાણા ગામના આરોપીની એલ.સી. બી.એ ધરપકડ કરી હતી.
પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર રહેલાં આરોપીને ગઈકાલે જાપ્તા સાથે સેગવા આઉટ પોસ્ટથીથી શિનોર પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે સેગવાથી મોટા ફોફળિયા વચ્ચે ખુંખાર આરોપીએ PSIની લોડેડ સર્વિસ રિવોલ્વર ઝુંટવીને ધડાધડ બે રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા.
આરોપીએ PSIની લોડેડ સર્વિસ રિવોલ્વર ઝુંટવી હતી
ચાલુ જીપમાં ઝપાઝપી દરમિયાન બીજી અને અંતીમ ગોળી આરોપીને પોતાના જમણાં પગમાં ગોઠણથી નીચેવાગી હતી અને ગોળી આરપાર નીકળી ગઈ હતી. આ ઘટનાના પગલે શિનોર તાલુકો હાઈ એલર્ટ ઉપર મુકાયો હતો. ઈજાગ્રસ્ત આરોપીને મોટા ફોફળિયા ખાતેની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
શિનોર તાલુકાના સતીષાણા ગામ, ડેંગલ ફળિયા સિકોતર માતાના મંદિર પાસે રહેતા આરોપી અજય લક્ષ્મણ રાઠોડિયાની માસુમ બાળકીનું અપહરણ અને અત્યંત ઘાતકી રીતે હત્યા કરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ગંભીર ગુનામાં આરોપીને પોલીસ કસ્ટડી રિમાન્ડ આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Ahmedabad : સુભાષ બ્રિજને સંપૂર્ણ તોડી પાડવાના નિર્ણયની શકયતાઓ, પિલ્લર ખૂબ જૂના હોવાથી તોડવાનો કન્સલ્ટન્ટનો અભિપ્રાય