Vadodara ના વાઘોડિયા તાલુકાના જેસિંગપુરા ગામે ડમ્પિંગ સાઈટ બની જતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. મેડિકલ વેસ્ટનું સામ્રાજય જોવા મળતા સ્થાનિકોમાં રોષ છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ ઠાલવવામાં આવે છે જેના કારણે ગામમાં દુર્ગંધ મારી રહી છે.
Vadodara ના વાઘોડિયામાં આવેલ જેસિંગપુરા ગામના સ્થાનિકો તોબા પોકારી ઉઠયા છે, ગામની જમીન પર મેડિકલ વેસ્ટ ઠાલવી દેવામાં આવ્યું છે અને તેના કારણે કચરાના ઢગલા જોવા મળ્યા છે, સ્થાનિકોનું કહેવું છે કે, તંત્રને અવાર-નવાર રજૂઆત કરી છે તેમ છત્તા આ ડમ્પિંગ સાઈટનો નિકાલ આવી રહ્યો નથી અને લોકો હેરાન થઈ રહ્યાં છે.
વાઘોડિયા તાલુકાના જેસિંગપુરા ગામની ઘટના
ગામની જમીનમાં મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ ઠલવાયું ઠે અને સહારાની બંજર જમીન બની ડમ્પિંગ સાઇટ. ઠેરઠેર કચરાના ઢગલા મેડિકલ વેસ્ટનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. ગ્રામ પંચાયત હદમાં આવતી જમીનમાં વેસ્ટ ઠલવાતા રોષ જોવા મળી રહ્યો છે.
તો શું આ મેડિકલ વેસ્ટ ઠલવાય છે ગામની જમીન પર તો સરપંચને આ બાબતની જાણ હતી કે નહી ? અને જો સરપંચને આ બાબતની જાણ ન હતી તો સરપંચે કેમ અત્યાર સુધી કોઈ કાર્યવાહી ના કરી અને કોણ આ મેડિકલ વેસ્ટ નાખી જાય છે તેને લઈ પણ કોઈ ને જાણ ન હોવાની વાત સામે આવી છે.
ગામના જ જાગૃત નાગરિકે વીડિયો બનાવી વાયરલ કર્યો
સમગ્ર ઘટનામાં ગામના નાગરિકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તંત્ર વાત ન સાંભળતા સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. ગ્રામજનોનું કહેવું છે કે, હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને આ રીતે મેડીકલ વેસ્ટ ઠાલવશો તો ચોમાસાના સમયમાં ગામમાં રોગાચાળો પણ ફાટી નીકળવાની શકયતા છે.
આ પણ વાંચો : Surat માં મેઘરાજાની તોફાની એન્ટ્રી, ઉધના-લીંબાયત સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ