Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Viramgam : સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામો સામે ફરી વળ્યું તંત્રનું બુલડોઝર

Viramgam : અમદાવાદ-વિરમગામ હાઈવે પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે અને વિરમગામ હાઈવે પર વહેલી સવારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન 3 ધાર્મિક દબાણો અને 7 દુકાનો દૂર કરવામાં આવી છે.
viramgam   સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામો સામે ફરી વળ્યું તંત્રનું બુલડોઝર
Advertisement

Viramgam : અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની હાજરીમાં તંત્રની મોટી કામગીરી સામે આવી છે જેમાં વિરમગામ રોડ પર આવેલ રૈયાપુર વિસ્તારમાં ગેરકાયદેસર જમીન પર બાંધકામ કરવામાં આવતા બુલડોઝર ફરી વળ્યું છે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન 3 દરગાહ અને 7 દુકાનોના દબાણો હટાવવામાં આવ્યા છે. આશરે 3,500 સ્ક્વેર ફૂટથી વધુ જમીન ખુલ્લી કરાઈ છે અને પ્રશાસન અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી ચાલુ છે.

ધાર્મિક બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું

વિરમગામ શહેર અને અમદાવાદ હાઈવે પર ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણ અને રસ્તાઓ પહોળા કરવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આજે વહેલી સવારથી જ મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વિરમગામથી લઈને તિરંગા સર્કલ સુધીના મુખ્ય માર્ગ પર રસ્તાને ભારે અડચણરૂપ એવા તમામ નાના-મોટા ધાર્મિક દબાણોને જેસીબીની મદદથી જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. કોઈપણ અનિચ્છનીય ઘટના કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે વહેલી સવારથી જ વિરમગામ સહિત આજુબાજુના તમામ પોલીસ મથકોમાંથી 500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત કાફલો ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો હતો.

Advertisement

Viramgam : તંત્ર દ્વારા અગાઉ આપવામાં આવી હતી નોટિસ

તો તંત્ર દ્વારા અગાઉ આ મામલે નોટિસ આપવામાં આવી હતી અને સરકારી જમીન ખુલ્લી કરવામાં માટે નોટિસ હતી પરંતુ દબાણકર્તાઓ દ્વારા જગ્યા ખુલ્લી કરવામાં આવી ન હતી જેના કારણે તંત્ર અને પોલીસની હાજરીમાં જેસીબી મશીન ફરી વળ્યું હતુ અને જમીનને ખુલ્લી કરવામાં આવી હતી. આ મેગા ઓપરેશનને પગલે સ્થાનિક દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે વાહનચાલકોએ રસ્તો પહોળો થવાના નિર્ણયને આવકાર્યો છે. આગામી સમયમાં પણ વિરમગામમાં જે પણ સરકારી જમીન પર દબાણો કરવામાં આવ્યા છે તે દબાણો દૂર કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો : Rajkot : સ્પાના નામે ચાલતો દેહવ્યાપાર ઝડપાયો, મેનેજર અને માલિક સામે પોલીસે નોંધી ફરિયાદ

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Tags :
Advertisement

.

×