World Yoga Day 2026 : અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કર્યા યોગ
World Yoga Day 2026 : અમદાવાદ જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અમદાવાદના નરોડામાં આવેલા વિન્ટેજ વિલેજ કાર મ્યુઝિયમ, દાસ્તાન ફાર્મ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલ, સાંસદ હસમુખભાઈ પટેલ અને કલેક્ટર ભવ્ય વર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો.
Advertisement
World Yoga Day 2026 : અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ ગાર્ડનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ યોગ કરીને યોગ ડેની ઉજવણી કરી હતી. વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21 જૂનને યોગ દિવસ તરીકે થઈ હતી જાહેરાત.

