Arvalli: ઝાંઝરી ધોધ જતા પહેલા આ સમાચાર વાંચી લેજો, જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું જાહેર
ચોમાસા દરમિયાન પ્રકૃતિના ખોળે રમવા જનારા પ્રવાસીઓ માટે અરવલ્લીના ઝાંઝરી ધોધથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. અકસ્માતોના વધતા જોખમને જોતા તંત્રએ ૫ કિમીના વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. ફોટોગ્રાફીથી લઈને નદીમાં ન્હાવા સુધીની તમામ પ્રવૃત્તિઓ પર રોક લગાવી દેવામાં આવી છે. નિયમનો ભંગ કરવા પર કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે.
Advertisement
Zanzari Waterfall Ban: અરવલ્લી જિલ્લાના લોકપ્રિય પ્રવાસન સ્થળ એવા ઝાંઝરી ધોધ (Zanzari Waterfall) ખાતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચોમાસાની ઋતુમાં ધોધ અને આસપાસના વિસ્તારમાં પાણીનું સ્તર વધતું હોવાથી અકસ્માતોને રોકવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

