ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દેશભરમાં આજથી થઈ શકે છે મોટા ફેરફાર ! જાણો તમારા ખિસ્સા પર કેટલી પડશે અસર

Rules Change : 1 એપ્રિલ 2025થી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે અને આ સાથે દેશભરમાં અનેક મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર થવાના છે. આ ફેરફારોની અસર સામાન્ય નાગરિકના રોજિંદા જીવન, ઘરના બજેટ અને નાણાકીય આયોજન પર પડવાની છે.
07:10 AM Apr 01, 2025 IST | Hardik Shah
Rules Change : 1 એપ્રિલ 2025થી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે અને આ સાથે દેશભરમાં અનેક મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર થવાના છે. આ ફેરફારોની અસર સામાન્ય નાગરિકના રોજિંદા જીવન, ઘરના બજેટ અને નાણાકીય આયોજન પર પડવાની છે.
1 April Rules changes

Rules Change : 1 એપ્રિલ 2025થી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે અને આ સાથે દેશભરમાં અનેક મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર થવાના છે. આ ફેરફારોની અસર સામાન્ય નાગરિકના રોજિંદા જીવન, ઘરના બજેટ અને નાણાકીય આયોજન પર પડવાની છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને UPI ટ્રાન્ઝેક્શન, બેંકિંગ સેવાઓ, ટેક્સ સ્લેબ અને ટોલ ટેક્સ સુધીના આ બદલાવો તમારા ખિસ્સા પર કેવી રીતે અસર કરશે, તેની વિગતવાર માહિતી અહીં આપવામાં આવી છે.

1. LPG સિલિન્ડરના ભાવમાં સંભવિત ફેરફાર

હર મહિનાની પહેલી તારીખે ઓઇલ અને ગેસ કંપનીઓ દ્વારા LPG સિલિન્ડરના ભાવની સમીક્ષા કરવામાં આવે છે. 1 એપ્રિલ 2025ના રોજ ઘરેલું (14 કિલો) અને કોમર્શિયલ (19 કિલો) સિલિન્ડરના દરો જાહેર કરવામાં આવ્યા છે. આજે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ જાહેર કરેલા નવા દર મુજબ, 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં લગભગ 45 રૂપિયાનો ઘટાડો થયો છે. આજે આ સિલિન્ડર દિલ્હીથી કોલકાતા સુધી સસ્તું થઈ ગયું છે. જોકે, ઘરેલુ ગેસ સિલિન્ડર એટલે કે 14 કિલોગ્રામના LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે 1 ઓગસ્ટ 2024 થી સ્થિર છે.

2. UPI એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી

યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)ના નિયમોમાં પણ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. જે મોબાઈલ નંબર સાથે જોડાયેલા UPI એકાઉન્ટ્સ લાંબા સમયથી નિષ્ક્રિય છે, તેને બેંક દ્વારા રદ કરવામાં આવશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના આ નિર્ણયનો હેતુ સુરક્ષા વધારવાનો અને બિનઉપયોગી એકાઉન્ટ્સને દૂર કરવાનો છે. જો તમે પણ UPIનો ઉપયોગ કરો છો, તો તમારો રજિસ્ટર્ડ નંબર સક્રિય છે કે નહીં તે તપાસી લેવું જરૂરી છે.

3. બેંકિંગ નિયમોમાં ફેરફાર

કેટલીક મોટી બેંકો જેમ કે SBI અને IDFC ફર્સ્ટ બેંકે તેમની સેવાઓ અને ચાર્જિસમાં ફેરફારની જાહેરાત કરી છે. ખાસ કરીને ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, SBIના SimplyCLICK કાર્ડ પર Swiggyના રિવોર્ડ્સ 5 ગણાથી ઘટીને અડધા થઈ જશે, જ્યારે IDFC ફર્સ્ટ બેંકે ક્લબ વિસ્તારા માઈલસ્ટોનના લાભો બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, ATM ટ્રાન્ઝેક્શન અને મિનિમમ બેલેન્સના નિયમોમાં પણ બદલાવ થઈ શકે છે.

4. ટેક્સ સ્લેબ અને TDSમાં રાહત

2025ના બજેટમાં મધ્યમ વર્ગને રાહત આપવા માટે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, TDS અને ટેક્સ રિબેટ સંબંધિત નવા નિયમો પણ આજે એટલે કે 1 એપ્રિલથી લાગુ થશે. સરકારે આ ફેરફારો ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે કર્યા છે. આ નવા નિયમોની વિગતો બજેટમાં જાહેર કરાઈ હતી, જે હવે અમલમાં આવશે.

5. નવી પેન્શન સ્કીમ (UPS)નો અમલ

કેન્દ્ર સરકારના 23 લાખ કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ (UPS) અને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માંથી એક વિકલ્પ પસંદ કરવાની તક આપવામાં આવી છે. UPS પસંદ કરનાર કર્મચારીઓને (બેઝિક પગાર મોંઘવારી ભથ્થું)ના 8.5%નું વધારાનું યોગદાન સરકાર તરફથી મળશે. આ યોજના હેઠળ ઓછામાં ઓછું પેન્શન 10,000 રૂપિયા પ્રતિ માસ નિશ્ચિત કરાયું છે, જે 10 વર્ષની સેવા પૂર્ણ કર્યા બાદ મળશે.

6. ટોલ ટેક્સમાં વધારો

દર વર્ષની જેમ આ વખતે પણ 1 એપ્રિલથી ટોલ ટેક્સના દરોમાં વધારો થવાની સંભાવના છે. આ ફેરફારની સીધી અસર વાહન ચાલકોના ખર્ચ પર પડશે, ખાસ કરીને જેઓ નિયમિતપણે હાઈવેનો ઉપયોગ કરે છે. ટોલ દરોમાં વધારાનું પ્રમાણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ તેની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.

7. ATF અને CNG-PNGના ભાવ

LPG સિલિન્ડરની સાથે-સાથે એર ટર્બાઈન ફ્યુઅલ (ATF) અને CNG-PNGના ભાવમાં પણ 1 એપ્રિલથી ફેરફાર થઈ શકે છે. ATFના ભાવમાં વધારો થતાં હવાઈ યાત્રા મોંઘી થઈ શકે છે, જ્યારે CNG-PNGના ભાવમાં ફેરફારથી વાહન ખર્ચ અને ઘરેલું ઉપયોગ પર અસર પડશે.

8. ચેક પેમેન્ટ માટે પોઝિટિવ પે સિસ્ટમ

બેંકિંગ છેતરપિંડી રોકવા માટે ઘણી બેંકો પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરી રહી છે. 5,000 રૂપિયાથી વધુના ચેક પેમેન્ટ માટે ગ્રાહકોએ ચેક નંબર, તારીખ, લાભાર્થીનું નામ અને રકમની ચકાસણી કરાવવી પડશે. આ નિયમ 1 એપ્રિલથી લાગુ થશે.

9. ડિજિટલ ડેટા સુરક્ષા નિયમો

ડિજિટલ ડેટા સુરક્ષા સંબંધિત નિયમોમાં પણ સખતાઈ કરવામાં આવશે, જેનો હેતુ ગ્રાહકોની માહિતીને વધુ સુરક્ષિત બનાવવાનો છે. આ ફેરફારો UPI અને બેંકિંગ ટ્રાન્ઝેક્શનને વધુ વિશ્વસનીય બનાવશે.

10. સ્ટાર્ટઅપ્સ માટે ટેક્સ લાભ

1 એપ્રિલ 2030 પહેલાં શરૂ થયેલા સ્ટાર્ટઅપ્સને 10માંથી 3 વર્ષ માટે 100% નફાની છૂટ મળી શકે છે. આ પગલું ઉદ્યોગસાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યું છે.

આ પણ વાંચો :  સોનિયા ગાંધીએ શિક્ષણ નીતિ પર સરકારને ઘેરી, કહ્યું - 89 હજાર શાળાઓ થઇ બંધ અને..!

Tags :
Air Turbine FuelApril 2025 Financial ChangesATF Price Change Positive Pay System for ChequesATM Withdrawal Charges RevisionBank Transaction Charges UpdateBanking Rules Change April 2025CNG PNG Price Hike 2025Digital Data Protection Rules IndiaHighway Toll Charges IncreaseIncome Tax Slab 2025LPG Price Hike 2025New Tax Regime India 2025NPS vs UPS for Government EmployeesSBI Credit Card Reward PointsStartup Tax Benefits 2025TDS Rebate New RulesToll Tax Increase April 2025Unified Pension SchemeUPI Account DeactivationUPI Security Guidelines 2025UPS 2025
Next Article