તમારી બચત માટે શ્રેષ્ઠ FD: 1 વર્ષમાં 8% સુધી વ્યાજ કઈ બેંકો આપી રહી છે?
- દેશની એવી 10 બેંકો જે આપી રહી છે FD પર 8 ટકા સુધીનું વ્યાજ (Fixed Deposit Interest Rates)
- એક વર્ષ માટે જો તમારે રોકાણ કરવુ હોય તો આ છે બેસ્ટ ઓપ્શન
- સરકારી અને ખાનગી બેંકોમાં FD પર આકર્ષક વ્યાજની ઓફર
Fixed Deposit Interest Rates : જો તમે તમારી બચત (સેવિંગ્સ) ને સુરક્ષિત રીતે રોકવા અને તેના પર સારું વળતર મેળવવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે. આજે પણ, રોકાણ માટે અને શાનદાર રિટર્ન મેળવવા માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) સૌથી ઉત્તમ વિકલ્પોમાંથી એક ગણાય છે. વર્તમાન સમયમાં, દેશની મોટી ખાનગી બેંકોથી લઈને સરકારી બેંકો સુધી, ગ્રાહકોને એફડી પર આકર્ષક વ્યાજ આપી રહી છે. તમને જણાવી દઈએ કે એવી ઘણી બેંકો છે જે 1 વર્ષની એફડી પર પોતાના ગ્રાહકોને લગભગ 8 ટકા સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે.
Highest FD Rates India
સૌથી વધુ વળતર આપતી આવી 10 બેંકો વિશે: (Fixed Deposit Interest Rates)
- ડીસીબી બેંક (DCB Bank) 1 વર્ષની FD પર સામાન્ય ગ્રાહકોને 7.25% અને વરિષ્ઠ નાગરિકોને 7.75% વ્યાજ આપે છે.
- તમિલનાડ મરકન્ટાઇલ બેંક (TMB) 1 વર્ષની FD પર સામાન્ય ગ્રાહકોને 7.25% અને વરિષ્ઠ નાગરિકોને 7.75% વ્યાજ આપે છે.
- કેનરા બેંક (Canara Bank) 1 વર્ષની FD પર સામાન્ય ગ્રાહકો માટે 7.00% અને વરિષ્ઠ નાગરિકો માટે 7.50% વ્યાજ દર ઓફર કરે છે.
- આરબીએલ બેંક (RBL Bank) 1 વર્ષની FD પર સામાન્ય ગ્રાહકો માટે 7.00% અને વરિષ્ઠ નાગરિકો માટે 7.50% વ્યાજ દર ઓફર કરે છે.
- બેંક ઓફ ઈન્ડિયા (BOI) 1 વર્ષની FD પર સામાન્ય ગ્રાહકો માટે 7.00% અને વરિષ્ઠ નાગરિકો માટે 7.50% વ્યાજ દર ઓફર કરે છે.
- કર્ણાટક બેંક (Karnataka Bank) 1 વર્ષની FD પર સામાન્ય ગ્રાહકોને 7.00% અને વરિષ્ઠ નાગરિકોને 7.40% વ્યાજ આપે છે.
- ડૉઇશ બેંક (Deutsche Bank) 1 વર્ષની FD પર સામાન્ય ગ્રાહકો અને વરિષ્ઠ નાગરિકો બંને માટે 7.00% વ્યાજ દર જાળવી રાખે છે.
- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) 1 વર્ષની FD પર સામાન્ય ગ્રાહકોને 6.80% અને વરિષ્ઠ નાગરિકોને 7.30% વ્યાજ આપે છે.
- બેંક ઓફ બરોડા (BOB) 1 વર્ષની FD પર સામાન્ય ગ્રાહકો માટે 6.75% અને વરિષ્ઠ નાગરિકો માટે 7.25% વ્યાજ દર ઓફર કરે છે.
- સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા (CBI) 1 વર્ષની FD પર સામાન્ય ગ્રાહકો માટે 6.75% અને વરિષ્ઠ નાગરિકો માટે 7.25% વ્યાજ દર ઓફર કરે છે.
Senior Citizen FD Rates
આ બેંકો આપી રહી છે સામાન્ય વ્યાજ (Fixed Deposit Interest Rates)
ડીસીબી બેંક અને તમિલનાડ મરકન્ટાઇલ બેંક: આ બંને બેંકો સામાન્ય ગ્રાહકોને 1 વર્ષની એફડી પર 7.25% વ્યાજ આપી રહી છે, જ્યારે વરિષ્ઠ નાગરિકોને 7.75% સુધી વ્યાજ મળે છે.
સામાન્ય 7% સુધીનું વ્યાજ: કેનરા બેંક, આરબીએલ બેંક, બેંક ઓફ ઈન્ડિયા અને કર્ણાટક બેંક જેવી સંસ્થાઓ 1 વર્ષની એફડી પર સામાન્ય ગ્રાહકોને 7% અને વરિષ્ઠ નાગરિકોને 7.40% થી 7.50% સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે. ડોઇશ બેંક પણ 7% વ્યાજ આપે છે, જોકે અહીં વરિષ્ઠ નાગરિકો માટે અલગ દર નથી.
મોટી સરકારી બેંકોની સ્થિતિ: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) સામાન્ય ગ્રાહકોને 6.80% અને વરિષ્ઠ નાગરિકોને 7.30% વ્યાજ આપે છે. જ્યારે બેંક ઓફ બરોડા (BOB) અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા (CBI) 6.75% અને વરિષ્ઠ નાગરિકોને 7.25% વ્યાજ આપી રહી છે.
જો તમે પણ તમારી બચત પર ઉચ્ચ અને સુરક્ષિત વળતર મેળવવા માંગો છો, તો તમે તમારા માટે યોગ્ય બેંક પસંદ કરી શકો છો.
આ પણ વાંચો : FinTech Startup ઇકોસિસ્ટમમાં ભારત દુનિયામાં ત્રીજા નંબરે, જાણો કેટલું ફંડિંગ મેળવ્યું