કેન્દ્રીય કર્મચારીઓની 'બલ્લે-બલ્લે': 8th Pay Commission માં પગાર વધારાનો માસ્ટરપ્લાન!
- 8th Pay Commission : પગારમાં થશે મસમોટો વધારો!
- આઠમા પગાર પંચ સમક્ષ લઘુત્તમ પગાર ₹69,000 કરવાની માગ
- ફિટમેન્ટ ફેક્ટરને 3.83 કરવા કર્મચારી સંગઠનોની મોટી દરખાસ્ત
- વાર્ષિક ઇન્ક્રીમેન્ટ 3% થી વધારીને 6% કરવાની રજૂઆત કરાઈ
- પુરુષો માટે 45 દિવસની પિતૃત્વ રજા આપવાની નવી ડિમાન્ડ
- મે 2027 સુધીમાં પગાર પંચ સરકારને સોંપશે અંતિમ રિપોર્ટ
- પેન્શન અને ગ્રેચ્યુટીના નિયમોમાં પણ મોટા ફેરફારની શક્યતા
8th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે આગામી સમય ખુશીઓની સોગાત લઈને આવી શકે છે. આઠમા પગાર પંચ (8th Pay Commission Updates) ની રચના સાથે જ કર્મચારી સંગઠનોએ સરકાર સામે માગણીઓનું એવું 'લિસ્ટ' રજૂ કર્યું છે, જે જો સ્વીકારવામાં આવે તો સરકારી કર્મચારીઓની લાઈફસ્ટાઈલ જ બદલાઈ જશે.
8th Pay Commission : પગારમાં સીધો ₹51,000 નો ઉછાળો?
કર્મચારી સંગઠનોની સૌથી મોટી માગ લઘુત્તમ પગાર વધારાને લઈને છે. અત્યારે સાતમા પગાર પંચ મુજબ લઘુત્તમ પગાર ₹18,000 છે, જેને વધારીને સીધો ₹69,000 કરવાની દરખાસ્ત મુકાઈ છે.
ફિટમેન્ટ ફેક્ટર: તેને 2.57 થી વધારીને 3.83 કરવાની માગ છે.
વાર્ષિક વધારો: અત્યારના 3% ઇન્ક્રીમેન્ટને બદલે 6% વાર્ષિક વધારો માગવામાં આવ્યો છે.
બોર્નસની ગેરેંટી: ઓછામાં ઓછા 30 દિવસના બોનસની ખાતરી આપવાની પણ રજૂઆત થઈ છે.
મે 2027: 'ડી-ડે'ની જાહેરાત
આઠમું પગાર પંચ મે 2027 સુધીમાં તેનો અંતિમ રિપોર્ટ સરકારને સોંપે તેવી શક્યતા છે. ફેબ્રુઆરી 2026માં લોન્ચ થયેલું પંચનું સત્તાવાર પોર્ટલ (Official Portal) અત્યારે કર્મચારીઓની ગતિવિધિઓનું કેન્દ્ર બન્યું છે.
રજાઓ અને સામાજિક સુરક્ષામાં નવો વળાંક
આ વખતે માત્ર નાણાં જ નહીં, પણ 'વર્ક-લાઈફ બેલેન્સ' પર પણ ભાર મૂકવામાં આવ્યો છે:
પિતૃત્વ રજા (Paternity Leave): પુરુષ કર્મચારીઓ માટે 45 દિવસની રજાની માગ.
માતૃત્વ રજા (Maternity Leave): તેને વધારીને 240 દિવસ કરવાની દરખાસ્ત.
પેરન્ટ કેર લીવ: માતા-પિતાની સંભાળ માટે આખી નોકરી દરમિયાન 60 દિવસની વિશેષ રજા.
પ્રમોશન: 30 વર્ષની સેવા દરમિયાન ઓછામાં ઓછા 5 પ્રમોશનની ખાતરી.
પેન્શનરો માટે 'વન રેન્ક વન પેન્શન'
સિવિલ કર્મચારીઓ માટે પણ સશસ્ત્ર દળોની જેમ 'વન રેન્ક વન પેન્શન' (OROP) લાગુ કરવાની અને દર 5 વર્ષે પેન્શનમાં સુધારો કરવાની માગણીઓ પેન્શનરોમાં નવી આશા જગાવી રહી છે.
શું સરકાર આ મસમોટી માગણીઓ સ્વીકારશે? તે તો સમય જ કહેશે, પણ અત્યારે તો કર્મચારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : વૈશ્વિક મંદી વચ્ચે IMF એ નાણાકીય વર્ષ 2026 માટે ભારતનો વૃદ્ધિ દર વધાર્યો


