Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

AC Price Hike 2026: ગરમી પહેલા જ મોંઘવારીનો ડામ! એસીના ભાવમાં 16% ના વધારાની તૈયારી

વધતી ગરમી વચ્ચે એર કંડિશનરના ભાવમાં 16% સુધીનો તોતિંગ વધારો થવાની શક્યતા છે. તાંબુ અને સ્ટીલ જેવા કાચા માલની મોંઘવારી તેમજ 1 જાન્યુઆરી, 2026થી અમલી બનેલા નવા એનર્જી એફિશિયન્સી નિયમોને કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો છે. બ્લૂ સ્ટાર જેવી અગ્રણી કંપનીઓના મતે, આગામી 18 મહિના સુધી ભાવમાં ઘટાડો થવાની સંભાવના નહિવત હોવાથી એસી ખરીદવું ગ્રાહકો માટે વધુ મોંઘું બનશે.
ac price hike 2026  ગરમી પહેલા જ મોંઘવારીનો ડામ  એસીના ભાવમાં 16  ના વધારાની તૈયારી
Advertisement
  • ગરમી વધતા જ AC ના ભાવમાં 16% સુધીના જંગી વધારાની તૈયારી
  • બ્લૂ સ્ટાર લિમિટેડના એમડી દ્વારા ભાવ વધારાની મોટી જાહેરાત
  • કોપર, એલ્યુમિનિયમ અને સ્ટીલ મોંઘા થતા ઉત્પાદન ખર્ચ વધ્યો
  • 1 જાન્યુઆરી, 2026 થી લાગુ થયેલા નવા એનર્જી નિયમોની અસર
  • વૈશ્વિક તણાવને કારણે કાચા તેલ અને કમોડિટીના ભાવમાં ઉછાળો
  • આગામી 12 થી 18 મહિના સુધી મોંઘવારીનું દબાણ રહેવાની શક્યતા

AC Price Hike 2026 : ભીષણ ગરમી વચ્ચે હવે મધ્યમ વર્ગના ગ્રાહકોના ખિસ્સા પર વધુ ભાર પડવા જઈ રહ્યો છે. કાચા માલના વધતા ભાવ અને સરકારના નવા નિયમોને કારણે એર કંડિશનર (AC Price Hike 2026) ના ભાવમાં મોટો ઉછાળો આવવાની તૈયારી છે. બ્લૂ સ્ટાર લિમિટેડ (Blue Star Limited) ના એમડી વીર એસ. આડવાણીના જણાવ્યા અનુસાર, આગામી મહિનાઓમાં ગ્રાહકોએ એસી ખરીદવા માટે 14 થી 16 ટકા વધુ રકમ ચૂકવવી પડી શકે છે.

Raw materials like copper and aluminum used in AC manufacturing.

Advertisement

AC Price Hike 2026 : મોંઘવારી પાછળના મુખ્ય કારણો

એસીના ભાવ વધવા પાછળ મુખ્યત્વે ધાતુઓના ભાવમાં થયેલો વધારો જવાબદાર છે. એસીના ઉત્પાદનમાં વપરાતા તાંબુ (Copper), એલ્યુમિનિયમ અને સ્ટીલ (Steel) જેવી મહત્વની ધાતુઓના આંતરરાષ્ટ્રીય ભાવ આસમાને પહોંચ્યા છે. કંપનીઓ પર મેન્યુફેક્ચરિંગ કોસ્ટનું દબાણ વધતા હવે આ બોજ ગ્રાહકો પર નાખવામાં આવશે. આડવાણીએ ઉમેર્યું કે ખર્ચમાં આ પ્રકારનો અસાધારણ વધારો છેલ્લે વર્ષ 2011 માં જોવા મળ્યો હતો.

Advertisement

નવા એનર્જી નિયમોની અસર

ભારતમાં 1 જાન્યુઆરી, 2026 થી નવા એનર્જી એફિશિયન્સી નોર્મ્સ (Energy Efficiency Norms) અમલમાં આવ્યા છે. આ નવા ધોરણો મુજબ બનતા એસી વધુ વીજળી બચાવે તેવા તો છે, પરંતુ તેની ટેકનોલોજી મોંઘી હોવાથી ઉત્પાદન ખર્ચમાં સીધો વધારો થયો છે.

New Energy Efficiency Norms for air conditioners in 2026.

વૈશ્વિક તણાવની સીધી અસર

ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને (Geopolitical Tension) કારણે કાચા તેલના ભાવમાં વધારો થયો છે અને સપ્લાય ચેઈન ખોરવાઈ છે. નિષ્ણાતો માને છે કે આગામી 12 થી 18 મહિના સુધી મોંઘવારીનું આ દબાણ યથાવત રહેશે. તેથી, જો તમે એસી ખરીદવાનું આયોજન કરી રહ્યા હોવ, તો કિંમતોમાં આગામી વધારો આવે તે પહેલાં ખરીદી લેવું એ સમજદારીભર્યું પગલું હોઈ શકે છે.

આ પણ વાંચો : Share Market Update : શેરબજારમાં શરૂઆતી કડાકા બાદ રિકવરી, રૂપિયો 95.33 ની ઐતિહાસિક સપાટીએ

Tags :
Advertisement

.

×