Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Adani એ એક મોટી ચીની કંપની સાથે તોડ્યો કરાર, જાણો કારણ

Adaniએ એક ચીની કંપની આપ્યો ઝટકો ચીની કંપની સાથે તોડ્યો કરાર BCAS એ ટર્કિશ કંપની સાથેનો કરાર કર્યો સમાપ્ત Gautam adani: અદાણી એરપોર્ટ (Gautam adani)હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) એ તાત્કાલિક અસરથી વૈશ્વિક એરપોર્ટ લાઉન્જ એક્સેસ સેવા પ્રદાતા ચીની કંપની ડ્રેગનપાસ...
adani એ એક મોટી ચીની કંપની સાથે તોડ્યો કરાર  જાણો કારણ
Advertisement
  • Adaniએ એક ચીની કંપની આપ્યો ઝટકો
  • ચીની કંપની સાથે તોડ્યો કરાર
  • BCAS એ ટર્કિશ કંપની સાથેનો કરાર કર્યો સમાપ્ત

Gautam adani: અદાણી એરપોર્ટ (Gautam adani)હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) એ તાત્કાલિક અસરથી વૈશ્વિક એરપોર્ટ લાઉન્જ એક્સેસ સેવા પ્રદાતા ચીની કંપની ડ્રેગનપાસ સાથેની ભાગીદારી સમાપ્ત કરી દીધી છે.આ નિર્ણયને કારણે, ડ્રેગનપાસના સભ્યો હવે અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત  મુંબઈ,અમદાવાદ, લખનૌ, મેંગલુરુ,જયપુર,ગુવાહાટી અને તિરુવનંતપુરમ સહિતના એરપોર્ટ પર લાઉન્જ એક્સેસનો લાભ લઈ શકશે નહીં.

કંપનીએ એક નિવેદનમાં કરી સ્પષ્ટતા

ડ્રેગનપાસ સાથેની અમારી ભાગીદારી તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે. તેના ગ્રાહકો હવે અદાણી એરપોર્ટ પર લાઉન્જ એક્સેસ માટે પાત્ર રહેશે નહીં." પરંતુ કંપનીએ એ પણ સ્પષ્ટતા કરી છે કે આ ફેરફાર અન્ય લાઉન્જ સેવાઓ અથવા બેંકો અને ક્રેડિટ કાર્ડ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓને અસર કરશે નહીં. અન્ય ભાગીદારો દ્વારા લાઉન્જ સેવાઓ જેમ છે તેમ ચાલુ રહેશે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો - Apple Production In India: ભારતમાં એપ્પલ 17નું ઉત્પાદન વધારીશું: કૂક

આ અઠવાડિયાની શરૂઆતમાં, અદાણી ડિજિટલ લેબ્સ (ADL) એ ડ્રેગનપાસ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ્ય એરપોર્ટ પર વધુ સારો લાઉન્જ અનુભવ પ્રદાન કરવાનો હતો. પરંતુ આ ભાગીદારી થોડા દિવસોમાં જ સમાપ્ત થઈ ગઈ છે.

આ પણ  વાંચો - Share Market : શેરબજારમાં તોફાની તેજી,સેન્સેક્સમાં1200 પોઈન્ટનો ઉછાળો

BCAS એ ટર્કિશ કંપની સાથેનો કરાર કર્યો સમાપ્ત

દરમિયાન, દિલ્હી એરપોર્ટે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને તુર્કીની ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની સેલેબી એવિએશન સાથેનો તેનો કરાર સમાપ્ત કર્યો છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) દ્વારા સુરક્ષા મંજૂરી રદ્દ કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું હતું. તુર્કીયે પાકિસ્તાનને આપેલા સમર્થન અને રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને કારણે ભારતે આ નિર્ણય લીધો છે.

રાષ્ટ્રીય હિતને હવે સર્વોચ્ચ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા શિવસેનાના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે પણ મુંબઈ એરપોર્ટ પર સેલેબીના કોન્ટ્રાક્ટને સમાપ્ત કરવાની માગ કરી હતી. તેમને 10 દિવસની સમયમર્યાદા નક્કી કરી અને ચેતવણી આપી કે જો કોઈ કાર્યવાહી નહીં થાય તો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ બંને ઘટનાઓ પરથી સ્પષ્ટ થાય છે કે એરપોર્ટ કામગીરીમાં સામેલ કંપનીઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરતાં સુરક્ષા અને રાષ્ટ્રીય હિતને હવે સર્વોચ્ચ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

Tags :
Advertisement

.

×