Adani Defence અને Embraer વચ્ચે મોટી ડીલ, ભારતમાં જ બનશે રીઝનલ પેસેન્જર પ્લેન
. ભારતમાં બનશે એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ હબ
. Adani Defence અને Embraer વચ્ચે રણનીતિક ભાગીદારી
. ભારતમાં હવાઈ સફર પણ થશે સસ્તી
Adani-Embraer Deal: એવિએશન સેક્ટર સાથે જોડાયેલી મોટી ખબર સામે આવી છે. અદાણી જૂથ અને બ્રાઝીલની વિમાન નિર્માણ કરનારી દુનિયાની મશહૂર કંપની એમ્બ્રેયરે હાથ મિલાવ્યા છે. આ રણનીતિક ભાગીદારી હેઠળ ભારત માત્ર એરક્રાફ્ટ ખરીદનાર દેશ નહીં, પરંતુ હવે એરક્રાફ્ટ બનાવનારો દેશ બનવાની દિશામાં એક મોટું પગલું આગળ વધારી ચુક્યો છે.
આ ભાગીદારીનું એલાન મંગળવારે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યું. આ પ્રસંગે સરકાર અને બંને કંપનીઓના મોટા પદાધિકારીઓ પણ હાજર હતા.
ભારત બનશે રીઝનલ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ હબ
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ સમીર કુમાર સિંહાએ કહ્યુ છે કે આ પાર્ટનરશિપ માત્ર વિમાન જોડવા સુધી મર્યાદીત નથી. તેના દ્વારા ભારતમાં નવી ટેક્નોલોજી આવશે, લોકોને નવી સ્કિલ શીખવાડાશે અને એક મજબૂત સપ્લાઈ સિસ્ટમ તૈયાર થશે. તેનો ઉદેશ્ય ભારતને રીઝનલ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો છે.
#WATCH | Delhi | Embraer and Adani Defence & Aerospace announce Strategic Partnership to Establish Regional Transport Aircraft Ecosystem in India
Jeet Adani, Director, Adani Airport Holdings Limited, says, "...We're very happy to have found partners like Embraer. We think alike,… pic.twitter.com/diKJcOKJqm
— ANI (@ANI) January 27, 2026
ભારતમાં લગાવાશે એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના ડાયરેક્ટર જીત અદાણીએ કહ્યુ છે કે એમ્બ્રેયરની સાથે મળીને ભારતમાં રીઝનલ એરક્રાફ્ટ મેન્યુએફ્કચરિંગ યૂનિટ બનાવવામાં આવશે. તેના હેઠળ દેશમાં જ વિમાનોની ફાઈનલ એસેમ્બલી થશે.
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના નિદેશક જીત અદાણીએ ગર્વ સાથે આ ઐતિહાસિક ભાગીદારીનું એલાન કર્યું છે. તેમણે કહ્યુ છે કે મને એ જણાવતા ઘણો ગર્વ થાય છે કે અદાણી ડિફેન્સ આજે દુનિયાની દિગ્ગજ વિમાન નિર્માતા કંપની એમ્બ્રેયર સાથે એક મોટી ભાગીદારી કરવા જઈ રહી છે. અમે મળીને ભારતમાં રીઝનલ પ્રવાસી વિમાન નિર્માણનો એક પ્લાન્ટ અને એક એવી એવિએશન ઈકોસિસ્ટમ તૈયાર કરીશું, જે આપણા દેશમાં એવિએશન ક્ષેત્રના ભવિષ્યને નવી ઊંચાઈએ લઈ જશે.
જીત અદાણીએ કહ્યુ છે કે આ ભાગીદારી માત્ર એક બિઝનેસ સમજૂતી નથી, પરંતુ એક ઉડાણ ભરતું વિઝન છે. આ ભારતનો એ સંકલ્પ દર્શાવે છે કે જેના હેઠળ આપણે આપણી ધરતી પર વર્લ્ડ ક્લાસ કેપેસિટી ડેવલપ કરવા માંગીએ છીએ. આ સંપૂર્ણ પ્રકારે આત્મનિર્ભર ભારત મિશન હેઠળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતે ઘણાં મોટા સુધારા અપનાવ્યા છે અને સાહસિક પગલા ભર્યા છે, જેણે દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈન્ડસ્ટ્રીની તસવીર બદલી છે.
મહત્વપૂર્ણ છે કે બંને કંપનીઓ ભારતમાં ફાઈનલ એસેમ્બલી લાઈન પણ સ્થાપિત કરશે, જ્યાં વિમાન તૈયાર થઈને ઉડાણ માટે તૈયાર થશે. જો કે હજી રોકાણની રકમ અને પ્લાંટના સ્થાનને લઈને ખુલાસો થયો નથી. પરંતુ આગામી કેટલાક મહિનાઓઓમાં તેના પર નિર્ણયની આશા છે.
#WATCH | Delhi | Jeet Adani, Director, Adani Airport Holdings Limited, says, "It is with immense pride that I announce that Adani Defence is today entering into a landmark partnership with Embraer, one of the world's foremost aircraft manufacturers. Together, we will establish a… pic.twitter.com/7HYKfIuDWb
— ANI (@ANI) January 27, 2026
હવાઈ સફર થશે સસ્તી
મહત્વપૂર્ણ છે કે ભારત દુનિયાના સૌથી ઝડપથી વિકસિત થઈ રહેલા સિવિલ એવિએશન માર્કેટમાંથી એક છે. તેવામાં આ ભાગીદારી ટિયર ટૂ અને ટિયર થ્રી શહેરો માટે હવાઈ સંપર્કોને મજબૂત બનાવશે, તેનાથી સામાન્ય લોકો માટે હવાઈ સફર સરળ થશે. તેની સીધી અસર સામાન્ય પ્રવાસીઓના ખિસ્સા અને તેની સફર પર પડશે.
#WATCH | Delhi | Embraer and Adani Defence & Aerospace announce Strategic Partnership to Establish Regional Transport Aircraft Ecosystem in India
President and CEO of Adani Defence & Aerospace, Ashish Rajvanshi says, "....This is not an Adani project or Embraer project. It's an… pic.twitter.com/gyEs2JkZcM
— ANI (@ANI) January 27, 2026
આ પણ વાંચો: India-EU FTA Deal: ભારત અને EU વચ્ચે 'Mother of All Deals' , PM Modi નું સંબોધન


