Adani Green Energy Limited (AGEL)એ ગુજરાતના ખાવડા ખાતે પોતાની કાર્યરત Battery Energy Storage System (BESS) ક્ષમતા વધારીને 6.63 GWh કરી છે. કંપનીની ક્ષમતા જૂન 2026માં 3.55 GWh હતી. કંપનીના જણાવ્યા મુજબ ભારતની કુલ કાર્યરત BESS ક્ષમતા આશરે 12.6 GWh છે, જેમાં AGELનો હિસ્સો 50%થી વધુ થયો છે.
વિશ્વનું સૌથી મોટું સિંગલ-લોકેશન BESS
6.63 GWhની કાર્યરત ક્ષમતા સાથે ખાવડા ખાતેનું ઇન્સ્ટોલેશન કંપનીના જણાવ્યા મુજબ એક જ સ્થળે કાર્યરત વિશ્વનું સૌથી મોટું Battery Energy Storage System બન્યું છે. AGELએ ખાવડામાં BESSનું સાઇટ પર બાંધકામ શરૂ કર્યાના 14 મહિનામાં આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે, જ્યારે તાજેતરમાં ઉમેરાયેલી ક્ષમતા માત્ર 10 મહિનામાં કાર્યરત કરવામાં આવી હતી. આ BESS ખાવડા ખાતે વિકસાવવામાં આવી રહેલા 30 GWના Renewable Energy પ્રોજેક્ટ સાથે જોડાયેલું છે. આ પ્રોજેક્ટ 538 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં વિકસાવવામાં આવી રહ્યો છે.
Advertisement ![Navratri Banner]()
![]()
20 લાખ ઘરોને એક દિવસની ઊર્જા
કંપનીના જણાવ્યા મુજબ 6.63 GWhની BESS ક્ષમતા એક દિવસ માટે આશરે 20 લાખ ઘરોને વીજળી પૂરી પાડી શકે તેટલી સ્વચ્છ ઊર્જા સંગ્રહી શકે છે. આ ક્ષમતા નાગપુર, પટના અથવા વિશાખાપટ્ટનમ જેવા શહેરોની પીક વીજ માંગને કેટલાક કલાકો સુધી સપોર્ટ કરી શકે છે. BESSમાં Lithium-ion Battery Technology, Energy Management System (EMS) અને Automated Telemetryનો ઉપયોગ થાય છે. આ સિસ્ટમ વીજળીના ચાર્જિંગ-ડિસ્ચાર્જિંગનું સંચાલન કરી ગ્રીડ સ્થિરતા અને પીક ડિમાન્ડ મેનેજમેન્ટમાં મદદ કરે છે.
![]()
5 વર્ષમાં 50 GWhનો લક્ષ્યાંક
AGELએ નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન 10 GWhથી વધુ BESS ક્ષમતા ઉમેરવાનું આયોજન કર્યું છે. કંપની આગામી પાંચ વર્ષમાં 50 GWh સ્ટોરેજ ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. સાથે Pumped Storage Projects પર પણ કામ આગળ વધારવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: Maharashtra માં બદલાશે વિકાસની તસવીર, અદાણી ગ્રુપે જાહેર કર્યો મોટો મેગા પ્લાન