ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Adani Group : SC થી રાહત બાદ અદાણી ગ્રૂપ એક્શન મોડમાં, વધુ એક કંપનીને કરી ટેકઓવર, આટલા કરોડમાં થઈ ડીલ

આજે અદાણી ગ્રૂપને (Adani Group) લઈને મોટી અપડેટ સામે આવી છે. અદાણી ગ્રૂપની (Adani Group) પેટાકંપની ACC એ એશિયન કોન્ક્રિટ અને સિમેન્ટ્સ ( Asian Concretes and Cements) સાથે એક કરાર કર્યો છે. આ ડીલમાં ACC એ એશિયન કોન્ક્રિટ અને સિમેન્ટનો...
04:31 PM Jan 08, 2024 IST | Vipul Sen
આજે અદાણી ગ્રૂપને (Adani Group) લઈને મોટી અપડેટ સામે આવી છે. અદાણી ગ્રૂપની (Adani Group) પેટાકંપની ACC એ એશિયન કોન્ક્રિટ અને સિમેન્ટ્સ ( Asian Concretes and Cements) સાથે એક કરાર કર્યો છે. આ ડીલમાં ACC એ એશિયન કોન્ક્રિટ અને સિમેન્ટનો...

આજે અદાણી ગ્રૂપને (Adani Group) લઈને મોટી અપડેટ સામે આવી છે. અદાણી ગ્રૂપની (Adani Group) પેટાકંપની ACC એ એશિયન કોન્ક્રિટ અને સિમેન્ટ્સ ( Asian Concretes and Cements) સાથે એક કરાર કર્યો છે. આ ડીલમાં ACC એ એશિયન કોન્ક્રિટ અને સિમેન્ટનો 55 ટકા હિસ્સો ખરીદ્યો છે. આ સમગ્ર ડીલ રૂ. 425.96 કરોડમાં થઈ હતી. આ ડીલને ACC બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

એસીસી (ACC) ની આજે એટલે કે 8 જાન્યુઆરી, 2024ના રોજ બોર્ડ મિટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં બોર્ડે નિર્ણય લીધો હતો કે તેઓ એશિયન કોન્ક્રિટ અને સિમેન્ટ્સ (Asian Concretes and Cements) ની 55 ટકા હિસ્સેદારી રૂ. 4.25.96 કરોડમાં ખરીદશે. જણાવી દઈએ કે, એસીસીપીએલની નાલાગઢ (Himachal Pradesh) માં 1.3 એમટીપીએ સીમેન્ટની કેપેસીટી છે.

અદાણી સીમેન્ટની ક્ષમતા વધીને 76.10 MTPA એ થઈ જશે

જ્યારે, આની સબસિડિયરી કંપની એશિયન ફાઈન સિમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ પંજાબ શાખામાં 1.5 MTPA ની સિમેન્ટ ક્ષમતા ધરાવે છે. આ ડીલ બાદ આ બંને સબસિડિયરી કંપની અદાણી ગ્રૂપમાં (Adani Group) સામેલ થશે. આ ડીલ પછી એસીસીની સીમેન્ટ કેપિસિટી વધીને 38.55 એમટીપીએ (મિલિયન ટન પ્રતિ વર્ષ) થઈ જશે અને મૂળ કંપની અંબુજાની સાથે, અદાણી સીમેન્ટની (Adani Group) ક્ષમતા વધીને 76.10 એમપીટીએ થઈ જશે.

એસીસીએ પગલું તેની સીમેન્ટ કેપેસિટીને વધારવા અને વર્ષ 2028 સુધી અદાણી સમેન્ટના બિઝનેસને 140 એમટીપીએ સુધી લઈ જવા માટે ભર્યું છે. જણાવી દઈએ કે, શેર માર્કેટ બંધ થતાં પહેલા એસીસી લિમિટેડના શેર ભાવ 2,350.35 રૂપિયા પર ટ્રેડિંગ કરી રહ્યો હતો. જે અગાઉના બંધથી 1.14 ટકા ઓછો છે.

 

આ પણ વાંચો - Maldives સાથેના વિવાદ વચ્ચે ભારતની આ ટ્રાવેલ કંપનીનો મોટો નિર્ણય

Tags :
ACCAdani GroupAsian Concretes and CementsBusiness NewsCements CompanyGujarat FirstGujarati NewsHimachal Pradesh
Next Article