ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શ્રીલંકામાં ADANI ગ્રૂપને મોટો ઝટકો,એગ્રીમેન્ટ કેન્સલ કર્યાનો મોટો દાવો

શ્રીલંકામાં અદાણી ગ્રૂપને લઈને મોટા સમાચાર વીજ ખરીદ એગ્રીમેન્ટ કેન્સલ કર્યાનો મોટો દાવો અદાણી ગ્રૂપે કરાર રદ થયાના દાવાને ફગાવ્યો અમેરિકામાં આરોપ બાદ શ્રીલંકામાં તપાસ શરૂ અદાણી ગ્રૂપ સામે લાગ્યા છે ભ્રષ્ટાચારના આરોપ SRI LANKA ADANI POWER DEAL:શ્રીલંકાએ અદાણી...
06:19 PM Jan 24, 2025 IST | Hiren Dave
શ્રીલંકામાં અદાણી ગ્રૂપને લઈને મોટા સમાચાર વીજ ખરીદ એગ્રીમેન્ટ કેન્સલ કર્યાનો મોટો દાવો અદાણી ગ્રૂપે કરાર રદ થયાના દાવાને ફગાવ્યો અમેરિકામાં આરોપ બાદ શ્રીલંકામાં તપાસ શરૂ અદાણી ગ્રૂપ સામે લાગ્યા છે ભ્રષ્ટાચારના આરોપ SRI LANKA ADANI POWER DEAL:શ્રીલંકાએ અદાણી...
SRI LANKA ADANI POWER DEA

SRI LANKA ADANI POWER DEAL:શ્રીલંકાએ અદાણી ગ્રૂપ સાથેનો પાવર પરચેઝ એગ્રીમેન્ટ કેન્સલ કરી દીધા હોવાના અહેવાલ સામે આવ્યા છે સરકારે મે 2024માં અદાણી વિન્ડ પાવર કોમ્પ્લેક્સ પાસેથી પાવર ખરીદવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.કંપની શ્રીલંકાના મન્નાર અને પુનેરી તટીય વિસ્તારોમાં આ 484 મેગાવોટ વિન્ડ પાવર કોમ્પ્લેક્સ બનાવવા જઈ રહી છે.મીડિયા અહેવાલ અનુસાર સરકારે એગ્રીમેન્ટ કેન્સલ કરવાની અને વીજળી ખરીદવાનો ઈન્કાર કર્યો છે.

 

કંપની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક અલગ કેસ ચાલી રહ્યો છે

જોકે પ્રોજેક્ટ બંધ કરવામાં નથી આવ્યો.રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેના વહીવટીતંત્રે પણ ગ્રુપ કંપનીઓના સ્થાનિક પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરી છે.શ્રીલંકાના કેટલાક એક્ટિવિસ્ટે આ પ્રોજેક્ટને પડકાર્યો હતો,એવી દલીલ કરી હતી કે ઘણા નાના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ અદાણીની સરખામણીમાં બે તૃતીયાંશ ભાવે પાવર વેચી રહ્યા છે.આ સિવાય પર્યાવરણની ચિંતાને કારણે કંપની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક અલગ કેસ ચાલી રહ્યો છે જોકે આ અહેવાલ અંગે અદાણી ગ્રૂપના પ્રવક્તાએ પ્રતિક્રિયા આપી છે.અદાણી ગ્રૂપે કહ્યું છે કે પરિયોજના રદ્દ નથી કરવામાં આવી,અપ્રૂવ ટૈરિફ રિઈવેલ્યૂએટ કરવાનો નિર્ણય થયો છે.

આ પણ  વાંચો-Personal Loan: આ જુગાડ લગાવશો તો ક્યારે તમારી લોન રદ્દ નહીં થાય

મહિનાની શરૂઆતમાં આ સોદો રદ કર્યો હતો.

શ્રીલંકાની પાછલી સરકારે મે 2024 માં અદાણી ગ્રુપ સાથે $0.0826 પ્રતિ કિલોવોટના દરે વીજળી ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ ખરીદી દેશના ઉત્તરપશ્ચિમ ક્ષેત્રમાં બાંધવામાં આવનાર અદાણી પવન ઉર્જા પ્રોજેક્ટમાંથી કરવાની હતી. આ પ્લાન્ટ હજુ સુધી બનાવવામાં આવ્યો નથી. જોકે, ઉર્જા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ ખુલાસો કર્યો કે દિસાનાયકેના મંત્રીમંડળે આ મહિનાની શરૂઆતમાં આ સોદો રદ કર્યો હતો.

આ પણ  વાંચો-Share Market લાલ નિશાનમાં બંધ,સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો

આરોપોનો ઇનકાર

યુએસ પ્રોસિક્યુટર્સે ૧૯ નવેમ્બરના રોજ અદાણી અને કેટલાક ટોચના જૂથ અધિકારીઓ સામે દાવો દાખલ કર્યો હતો. તેમના પર ગ્રીન એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને લાંચ આપવાનો અને અમેરિકન રોકાણકારોથી આ હકીકત છુપાવવાનો આરોપ છે. જોકે, અદાણી ગ્રુપે આ આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે. આ જૂથે યુએસ કોર્ટમાં પોતાનો કેસ રજૂ કરવા માટે બે ટોચની કાનૂની કંપનીઓને પણ રાખી છે. 2022 માં શ્રીલંકાના ડિફોલ્ટ પછી, અદાણી ગ્રુપ શ્રીલંકામાં પ્રવેશ કરનાર પ્રથમ વિદેશી રોકાણકાર હતું. જૂથના $442 મિલિયનના પવન ઊર્જા પ્રોજેક્ટને ફેબ્રુઆરી 2023 માં મંજૂરી આપવામાં આવી હતી.

Tags :
ADANI ON SRI LANKA POWER DEALadani power share priceGautam AdaniSRI LANKA ADANI POWER DEAL
Next Article