ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સ્કૂલો બાદ હવે RBI ને ઉડાવી દેવાની ધમકી!

ભારતીય રિઝર્વ બેન્કને ઉડાવી દેવાની ધમકી ધમકીભર્યો ઈ-મેલ મળતા તપાસનો ધમધમાટ રશિયન ભાષામાં RBIને મળ્યો ધમકીનો ઈ-મેલ માતા રમાબાઈ માર્ગ પોલીસમાં ફરિયાદ દાખલ મુંબઈ પોલીસે ધમકી અંગે તપાસ હાથ ધરી RBI: ભારતીય રિઝર્વ બેંક (RBI)ને બોમ્બની ધમકી (Bomb Threa)મળી...
10:09 AM Dec 13, 2024 IST | Hiren Dave
ભારતીય રિઝર્વ બેન્કને ઉડાવી દેવાની ધમકી ધમકીભર્યો ઈ-મેલ મળતા તપાસનો ધમધમાટ રશિયન ભાષામાં RBIને મળ્યો ધમકીનો ઈ-મેલ માતા રમાબાઈ માર્ગ પોલીસમાં ફરિયાદ દાખલ મુંબઈ પોલીસે ધમકી અંગે તપાસ હાથ ધરી RBI: ભારતીય રિઝર્વ બેંક (RBI)ને બોમ્બની ધમકી (Bomb Threa)મળી...
RBI got threat call

RBI: ભારતીય રિઝર્વ બેંક (RBI)ને બોમ્બની ધમકી (Bomb Threa)મળી છે. ગુરુવારે બપોરે આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર આ ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. ઈ-મેલમાં રશિયન ભાષામાં રિઝર્વ બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હતી. આ મામલે માતા રમાબાઈ માર્ગ (MRA માર્ગ) પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

રિઝર્વ બેંકના કસ્ટમર કેર આવ્યો

આ પહેલા પણ ગત નવેમ્બરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના કસ્ટમર કેર વિભાગને ધમકીભર્યો ફોન આવ્યો હતો. આ કોલ સવારે લગભગ 10 વાગ્યે રિઝર્વ બેંકના કસ્ટમર કેર (Customer Care)નંબર પર કરવામાં આવ્યો હતો, ફોન પર હાજર વ્યક્તિએ કહ્યું હતું કે તે લશ્કર-એ-તૈયબાનો સીઈઓ છે. ધમકી આપનાર વ્યક્તિએ પાછળનો રસ્તો બંધ કરો, ઈલેક્ટ્રીક કાર તૂટી ગઈ છે તેમ કહી ફોન કટ કરી દીધો હતો.

આ પણ  વાંચો -Stock Market: શેરબજારમાં આજે શું છે? 5 શેરોમાં આવશે તેજી!

અગાઉ પણ RBIને ધમકીભર્યો ફોન આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ નવેમ્બરમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના કસ્ટમર કેર વિભાગને ધમકીભર્યો ફોન આવ્યો હતો. આ કોલ રિઝર્વ બેંકના કસ્ટમર કેર નંબર પર કરવામાં આવ્યો હતો, ફોન પર તે વ્યક્તિએ કહ્યું હતું કે, 'હું લશ્કર-એ-તૈયબાનો સીઈઓ છું.' ધમકી આપનાર વ્યક્તિએ પાછળનો રસ્તો બંધ કરો, ઈલેક્ટ્રીક કાર ખરાબ થઈ ગઈ છે તેમ કહી ફોન કટ કરી દીધો હતો.

આ પણ  વાંચો -Elon Musk રચ્યો ઈતિહાસ, નેટવર્થ 400 બિલિયન ડોલરને પાર !

દિલ્હીની 3  સ્કૂલોને પણ  ધમકી મળી હતી

તમને જણાવી દઈએ કે આજે જ દિલ્હીની 3  સ્કૂલોને  પણ આવી જ ધમકી મળી હતી. આ ધમકી ઈ-મેલ દ્વારા મળી હતી જેમાં કહેવામાં આવ્યું છે કે શાળાઓને વિસ્ફોટકોથી ઉડાવી દેવામાં આવશે. દિલ્હી પોલીસ આ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે.

Tags :
explosives in RBIMumbai PoliceRBIRBI got threat callrbi newsRBI Threat CallRBI ધમકીReserve Bank of Indiaતપાસબોમ્બ ધમકી
Next Article