Air India Free Ticket Scam : ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયા (Tata Group Owned Air India) હાલમાં એક વિચિત્ર આંતરિક કટોકટીનો સામનો કરી રહી છે. એરલાઇન્સે તેના પોતાના કર્મચારીઓ દ્વારા તેની મફત ટિકિટ નીતિ (Leisure Travel Policy) ના વ્યાપક દુરુપયોગનો પર્દાફાશ કર્યો છે. આ ગેરવર્તણૂક માટે 4,000 થી વધુ કર્મચારીઓ તપાસ હેઠળ આવ્યા છે, અને હવે તેઓ ભારે દંડ અને વસૂલાત ચાર્જનો સામનો કરનાર છે.
![]()
આ પણ વાંચો --------- Commercial Gas Cylinder Supply: કોમર્શિયલ ગેસ સિલિન્ડર ના પુરવઠા માટે નવી ગાઈડલાઈન: જાણો કોને મળશે પહેલા સપ્લાય
Air India Free Ticket Scam, 14 ટિકિટનો લાભ મળે
એર ઇન્ડિયા તેના કર્મચારીઓને કર્મચારી લેઝર ટ્રાવેલ પોલીસી (ELT) હેઠળ દર વર્ષે 14 મફત રિટર્ન ટિકિટ આપે છે. આ ટિકિટોનો ઉપયોગ પોતાના માટે અથવા તેમના પરિવારો (માતાપિતા, જીવનસાથી) માટે કરી શકાય છે.
Air India Free Ticket Scam, ઊંચા ભાવે વેચીને રોકડી કરી લીધી
આંતરિક તપાસમાં બહાર આવ્યું છે કે, હજારો કર્મચારીઓએ આ સુવિધાનો લાભ લેવા માટે છેતરપિંડી આચરી હતી. ઘણા સ્ટાફના સભ્યોએ એવા લોકો માટે મફત ટિકિટ મેળવી, જેમની સાથે તેમનો કોઈ લોહીનો સંબંધ નહોતો, અને તેઓ સંબંધી હોવાનો દાવો કરતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક કર્મચારીઓએ હદ પાર કરી નાંખી હતી, - તેઓએ મફત ટિકિટ મેળવી હતી અને તેને બહારના લોકોને ખૂબ જ ઊંચા ભાવે વેચી દીધી હતી.
ખાનગીકરણ પછી જોડાયેલાની કરતુત
અહેવાલ મુજબ, એર ઈન્ડિયાના કુલ 24 હજાર કર્મચારીઓમાંથી આશરે 4,000 કર્મીઓ આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આઘાતજનક વાત એ છે કે, આમાંથી મોટાભાગના કર્મચારીઓ એરલાઈનના ખાનગીકરણ પછી (ટાટા ગ્રુપે કબજો સંભાળ્યા પછી) તેમાં જોડાયા હતા. ગયા નાણાકીય વર્ષથી આ ગેરરીતિઓ ચાલુ હોવાનું સામે આવ્યું છે.
આ કાર્યવાહી થઇ શકે છે
આ કૌભાંડ બાદ, ટાટા મેનેજમેન્ટે કડક વલણ અપનાવ્યું છે. હવે કંપની માટે કોઈપણ નોમિની (સંબંધી) નું નામ ઉમેરતા પહેલા નક્કર કાનૂની પુરાવા અને સંબંધના પુરાવા આપવા ફરજિયાત બની ગયું છે. આ સાથે જ ટિકિટ કૌભાંડમાં સામેલ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
- પૈસાની વસૂલાત: ખોટી રીતે મેળવેલી ટિકિટની રકમ કર્મચારીઓ પાસેથી વસૂલવામાં આવી રહી છે.
- ભારે દંડ: નિયમોનું ઉલ્લંઘન કરનારા સ્ટાફ પર ભારે દંડ લાદવામાં આવ્યો છે.
મેનેજમેન્ટની ચિંતા વધી
જ્યારે એર ઈન્ડિયા નુકસાનમાંથી બહાર આવવા માટેની યોજના પર કામ કરી રહી છે, ત્યારે કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી મેનેજમેન્ટ માટે ચિંતા વધી ગઈ છે. એરલાઇનના સૂત્રએ જણાવ્યું હતું કે, આ ફક્ત નાણાકીય નુકસાન નથી, પરંતુ "નૈતિકતા અને આચરણ" નો ગંભીર પ્રશ્ન છે.
આ પણ વાંચો --------- Fuel Surcharge Hike : Akasa Air નો હવાઇયાત્રીઓને મોટો ઝટકો !