હવે હવાઈ મુસાફરી થશે મોંઘી! Air India એ ફ્લાઈટ ટિકિટના ભાવમાં કર્યો તોતિંગ વધારો
- Air India Flight Ticket , એર ઈન્ડિયાની ટિકિટ મોંઘી!
- પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે ઈંધણના ભાવમાં ઉછાળો
- એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે ફ્યુઅલ સરચાર્જ વધાર્યો
- ડોમેસ્ટિક ફ્લાઈટના ભાડામાં આશરે 399 રૂપિયાનો વધારો ઝીંકાયો
- ઇન્ટરનેશનલ રૂટ્સ પર 10 થી 30 ડોલર સુધીનો ભાવવધારો અમલી
Air India Flight Ticket : ઈરાન અને પશ્ચિમ એશિયામાં [West Asia] વધી રહેલા ભૌગોલિક તણાવની સીધી અસર હવે ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે. રસોઈ ગેસના ભાવ વધ્યા બાદ હવે હવાઈ મુસાફરી પણ મોંઘી થઈ છે. એર ઈન્ડિયા [Air India] અને એર ઈન્ડિયા એક્સપ્રેસે જેટ ઈંધણના વધતા ભાવને કારણે તેમના તમામ રૂટ્સ પર ફ્યુઅલ સરચાર્જ [Fuel Surcharge] વધારવાની જાહેરાત કરી છે.
Air India Flight Ticket ના કેમ વધ્યા ભાવ?
એરલાઇન્સના જણાવ્યા અનુસાર, માર્ચ 2026 ની શરૂઆતથી જ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ [ATF] ની કિંમતોમાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો છે. પશ્ચિમ એશિયામાં ચાલતા યુદ્ધને કારણે સમુદ્રી પરિવહન માર્ગો પ્રભાવિત થયા છે, જેનાથી તેલ અને ગેસનો પુરવઠો ખોરવાયો છે. એરલાઇન્સના કુલ ઓપરેશનલ ખર્ચનો લગભગ 40% હિસ્સો માત્ર ઈંધણ પર ખર્ચાય છે, તેથી કંપનીઓ પાસે ભાડા વધારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.
Air India group today announced a phased expansion of a fuel surcharge on its domestic and international routes, necessitated by the steep rise in jet fuel prices arising from the geopolitical situation in the Gulf region.
The new fuel surcharges are being implemented in three… pic.twitter.com/jLtA5r3eXT
— ANI (@ANI) March 10, 2026
કેટલો પડશે બોજો?
એર ઈન્ડિયાએ આ વધારો ત્રણ તબક્કામાં લાગુ કરવાનો નિર્ણય લીધો છે:
- ડોમેસ્ટિક રૂટ્સ: ભારતમાં આંતરિક ફ્લાઈટ્સ અને SAARC દેશો માટે ટિકિટના ભાવમાં અંદાજે 399 રૂપિયાનો વધારો થશે.
- ઇન્ટરનેશનલ રૂટ્સ: પશ્ચિમ એશિયા, દક્ષિણ-પૂર્વ એશિયા અને આફ્રિકા માટે ફ્યુઅલ સરચાર્જ અનુક્રમે 10 ડોલર, 20 ડોલર અને 30 ડોલર સુધી વધારવામાં આવ્યો છે.
ભારત પોતાની જરૂરિયાતનું 50% તેલ અને ગેસ ખાડી દેશોમાંથી આયાત કરે છે. ઈંધણના આ વધારાની અસર માત્ર એરલાઇન્સ પર જ નહીં, પણ હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર પણ પડી રહી છે, કારણ કે તાજેતરમાં જ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 115 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જો પશ્ચિમ એશિયામાં સ્થિતિ જલ્દી શાંત નહીં થાય, તો આવનારા દિવસોમાં મુસાફરી હજુ વધુ મોંઘી બની શકે છે.
આ પણ વાંચો :Donald Trump ના નિવેદનથી તેલ બજારમાં હડકંપ, એક જ દિવસમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 11 %નો ઘટાડો થયો.


