e-FIR બાદ શરૂ થઈ તપાસ
આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે 20 જૂનના રોજ મોબાઇલ વેરહાઉસ (Warehouse)ના મેનેજર રવિએ ઓનલાઇન ફરિયાદ (e-FIR) નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે Vivo કંપનીના મોટી સંખ્યામાં મોબાઇલ ફોન રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે લગભગ 4,500 મોબાઇલ ફોન Amazonના ડિલિવરી ટ્રકમાં લોડ કરવામાં આવ્યા હતા. જોકે ડિલિવરી દરમિયાન આશરે 1,500 ફોન ગાયબ થઈ ગયા હતા.
200 CCTV ફૂટેજથી મળ્યો મહત્વનો પુરાવો
ઘટનાની ગંભીરતા જોતા દિલ્હી પોલીસે વિશેષ તપાસ ટીમ (Special Investigation Team) બનાવી હતી. તપાસ દરમિયાન સંદિગ્ધ રૂટ પર લાગેલા લગભગ 200 CCTV કેમેરાની ફૂટેજ ચકાસવામાં આવી. આ દરમિયાન એક પિકઅપ વાહન (Pickup Vehicle)ની શંકાસ્પદ હિલચાલ સામે આવી, જેના આધારે તપાસ આગળ વધારવામાં આવી.
3 આરોપીઓની ધરપકડ
તપાસમાં પંકજ, આનંદ અને મોહિત નામના 3 આરોપીઓની ઓળખ થઈ. વધુ તપાસમાં ખુલાસો થયો કે આ જ પિકઅપ વાહન અને ચોરી કરાયેલા કેટલાક મોબાઇલ ફોન અગાઉ ઉત્તર પ્રદેશના નોલેજ પાર્ક પોલીસ સ્ટેશન (Knowledge Park Police Station) દ્વારા અન્ય કેસમાં જપ્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે પ્રોડક્શન વોરંટ (Production Warrant) મેળવી ત્રણેય આરોપીઓની પૂછપરછ કરી અને આ કેસમાં તેમની સત્તાવાર ધરપકડ કરી.
બુલંદશહેરમાં છાપો, 604 નવા મોબાઇલ જપ્ત
આરોપીઓની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસે ઉત્તર પ્રદેશના બુલંદશહેર (Bulandshahr) જિલ્લાના ભિઘેપુર ગામમાં આવેલા એક બાગમાં દરોડો પાડ્યો. ત્યાં છુપાવી રાખવામાં આવેલા 604 નવા Vivo સ્માર્ટફોન મળી આવ્યા, જેને પોલીસે જપ્ત કરી લીધા.
અગાઉ પણ નોંધાયા છે અનેક ગુનાઓ
ઉલ્લેખયની છે કે, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેય આરોપીઓ શાતિર ગુનેગારો છે અને તેમના વિરુદ્ધ દેશના વિવિધ રાજ્યોમાં મોબાઇલ ફોનની ચોરી અને ગબન (Embezzlement) સંબંધિત અનેક કેસ નોંધાયેલા છે. તેઓ ટ્રાન્ઝિટ (Transit) દરમિયાન મોંઘા ઇલેક્ટ્રોનિક્સ (Electronics)ની ખેપને નિશાન બનાવતા હતા. વાહનમાંથી માલસામાન કાઢીને પોતાના સાથીદારોની મદદથી તેને અન્યત્ર વેચી દેતા અથવા છુપાવી દેતા હતા. હાલ દિલ્હી પોલીસ સમગ્ર નેટવર્ક અને ચોરીના અન્ય કિસ્સાઓની પણ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Microsoft Layoffs 2026 : AI બન્યું હજારો નોકરીઓનું દુશ્મન! Microsoft ફરી મોટી છટણીની તૈયારીમાં