Amazon માં આગામી સપ્તાહે છટણીની તૈયારી, 30000ની નોકરીઓ પર ખતરો
. Amazon આગામી સપ્તાહે 30000 હજાર કોર્પોરેટ કર્મચારીઓની બીજી છટણી શરુ કરશે
. ઓક્ટોબરમાં Amazon એ લગભગ 14000 વ્હાઈટ કૉલર કર્મચારીઓને હટાવ્યા હતા
. છટણી અમેઝન વેબ સર્વિસિસ, રિટેલ બિઝનેસ, પ્રાઈમ વીડિયો અને હ્યુમન રિસોર્સ ટીમો પર અસર કરી શકે છે
Amazon Job Cuts: વિશ્વની મોટી ઈ-કોમર્સ અને ટેક કંપની અમેઝનમાં ફરી એકવાર છટણીની તૈયારીઓ છે. રિપોર્ટ મુજબ, કંપની આગામી સપ્તાહથી કર્મચારીોની બીજી મોટી છટણી શરૂ કરે તેવી શક્યતા છે. આ પગલું અમેઝનની એ યોજનાનો હિસ્સો છે, જેના હેઠળ તે લગભગ 30 હજાર કોર્પોરેટ કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માંગે છે. આ અહેવાલ બાદ અમેઝનમાં કામ કરનારા લોકોની ચિંતા વધી છે.
ઓક્ટોબરમાં થઈ ચુકી છે મોટી છટણી
જાણકારી મુજબ, અમેઝને ઓક્ટોબરમાં લગભગ 14 હજાર વ્હાઈટ કોલર કર્મચારીઓની નોકરીઓ સમાપ્ત કરી હતી. આ સંખ્યા કુલ 30 હજારના લક્ષ્યથી લગભગ અડધી હતી. હવે જે નવી છટણી થવાની છે, તે પણ લગભગ એની આસપાસ થઈ શકે છે. રિપોર્ટ મુજબ, આ પ્રક્રિયા આગામી સપ્તાહે મંગળવારથી શરૂ થવાની સંભાવના છે, જો કે કંપની તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
આ પણ વાંચો: ઈ-કોમર્સ કંપની Amazon અને Flipkart પર EDનો સકંજો, દેશમાં 20 સ્થળે પાડ્યા દરોડા
કઈ ટીમો પર પડશે અસર?
સૂત્રોને ટાંકીને ન્યૂઝ ચેનલે પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે આ વખતે પણ અમેઝનની ઘણી મહત્વની ટીમો પર આની અસર પડી શકે છે. તેમાં અમેઝન વેબ સર્વિસિઝ એટલે કે AWS, કંપનીનો રિટેલ બિઝનેસ, પ્રાઈમ વીડિયો અને હ્યુમન રિસોર્સ સાથે જોડાયેલી ટીમ સામેલ છે, જેને આંતરિક સ્તરે પીપલ એક્સપિરિયન્સ એન્ડ ટેક્નોલોજી કહેવામાં આવે છે. જો કે એ પણ કહેવામાં આવ્યું છે કે સંપૂર્ણ તસવીર હજી સ્પષ્ટ નથી અને આખરે નિર્ણયમાં પરિવર્તન પણ થઈ શકે છે.
છટણીનું કારણ
ગત વખત જ્યારે અમેઝનને ઓક્ટોબરમાં છટણી કરી હતી, ત્યારે કંપનીએ તેનું કારણ આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIને ગણાવ્યું હતું. કંપનીનું કહેવું હતું કે AI ના આવ્યા બાદ કંપનીઓ પહેલાથી ઘણું ઝડપથી કામ કરી શકે છે. આના કારણે ઘણાં કામ હવે ઓછા લોકોથી થઈ રહ્યા છે.
આ પણ વાંચો: ભારત સરકારે તમામ ઈ-કોમર્સ કંપનીઓને પાકિસ્તાની ઝંડાવાળા પ્રોડ્ક્ટસ હટાવવા આપ્યો આદેશ


