Gautam Adani અને Mukesh Ambani ની નેટવર્થમાં ભારોભાર ઘટાડો, શું છે કારણ?
- એશિયાના સૌથી ધનિક અબજોપતિના નેટવર્થમાં ઘટાડો
- અદાણી અને અંબાણીની નેટવર્થમાં ભરખમ ઘટાડો
- અદાણી ગ્રુપ પર છેતરપિંડીનો આરોપ, US માં તપાસ
ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને ગૌતમ અદાણી (Gautam Adani)ની સંપત્તિમાં ભારે ઘટાડો થયો છે. બંને અબજોપતિઓની સંપત્તિ 100 અબજ ડોલરથી નીચે આવી ગઈ છે. આ યાદીમાંથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) બંનેની બાદબાકી એ આંચકો છે.
બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, એનર્જી અને રિટેલ સેક્ટરમાં મુકેશ અંબાણી (Mukesh Ambani)ની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું પ્રદર્શન તાજેતરના સમયમાં ઘટ્યું છે. ખાસ કરીને એનર્જી સેક્ટરમાં નફામાં ઘટાડો અને રિટેલ સેક્ટરમાં ગ્રાહકોની ખર્ચ કરવાની ટેવમાં ઘટાડો ચિંતાનું કારણ બન્યું છે. આ સિવાય રિલાયન્સ પર દેવાનું દબાણ પણ વધી રહ્યું છે, જેના કારણે અંબાણીની સંપત્તિ પર અસર થઈ છે. 13 ડિસેમ્બર સુધીમાં, તેમની સંપત્તિ $96 બિલિયનની હતી. જે એક સમયે $120.8 બિલિયન સુધી પહોંચી ગઈ હતી.
Ambani, Adani out of $100 billion net worth club pic.twitter.com/n8VGXS96RK
— Keshav Arora (@CommerceGuruu) December 16, 2024
ગૌતમ અદાણીની સંપતિમાં પણ ઘટાડો...
આ સાથે જ ગૌતમ અદાણી (Gautam Adani)ની સંપત્તિમાં પણ મોટો ઘટાડો થયો છે. જૂનમાં તેમની સંપત્તિ 122 3 બિલિયન હતી, પરંતુ હવે US તપાસ અને હિંડનબર્ગ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા છેતરપિંડીના આરોપો પછી તેમની સંપત્તિમાં ભારે ઘટાડો થયો છે. નવેમ્બરમાં, US પ્રોસિક્યુટર્સે અદાણી પર ભારતીય સરકારી અધિકારીઓને લાંચ આપવાના આરોપો પર તપાસ શરૂ કરી, તેના વ્યવસાય માટે નવી મુશ્કેલીઓ ઊભી કરી. આ કારણે અદાણીની સંપત્તિ હવે $82.1 બિલિયન થઇ ગઈ છે.
આ પણ વાંચો : Multibagger Stock: 5 વર્ષમાં 2476% નું રિટર્ન, 2 વર્ષમાં 1278% ભાગ્યો શેર
અદાણી ગ્રુપ પર છેતરપિંડીના આરોપ...
અદાણી ગ્રૂપ પર છેતરપિંડીના આરોપો પછી, કંપનીએ પોતાને એક પારદર્શક સંસ્થા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. અદાણીએ આ આરોપોને નકારી કાઢતા કહ્યું કે, તેમનું જૂથ "વર્લ્ડ ક્લાસ રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ" માં માને છે. તેણે એમ પણ કહ્યું કે દરેક પડકાર તેની કંપનીને મજબૂત બનાવે છે. જોકે, આ આરોપોને કારણે અદાણી ગ્રુપની માર્કેટ વેલ્યુ ઘટી છે જે ભવિષ્યમાં વધુ વધી શકે છે.
આ પણ વાંચો : SBI એ વ્યાજ દરને લઈને બદલ્યા નિયમો, તમારી EMI પર થશે સીધી અસર!
મુકેશ અંબાણી હજુ પણ એશિયાના સૌથી અમીર...
મુકેશ અંબાણી (Mukesh Ambani) હાલમાં એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. પરંતુ હાલમાં તેમના માટે મુશ્કેલીઓ ઓછી નથી. રિલાયન્સની રિટેલ અને એનર્જી કંપનીઓની કામગીરીમાં ઘટાડાથી તેની સંપત્તિ પર અસર પડી છે. જુલાઈમાં તેમની સંપત્તિ $120. 8 બિલિયન હતી, પરંતુ હવે તે ઘટીને $96. 7 બિલિયન થઇ ગઈ છે.
આ પણ વાંચો : Donald Trump નું આકરું નિવેદન, આ દેશો સાથેનો વેપાર બંધ કરવાની આપી ધમકી


