અદાણીની Ambuja Cements રચ્યો ઇતિહાસ: નફામાં 31% ની વૃદ્ધિ અને દેવા-મુક્ત સ્ટેટસ!
- અંબુજા સિમેન્ટ્સની ઐતિહાસિક સિદ્ધિ: વાર્ષિક એબિટામાં 31%નો તોતિંગ ઉછાળો!
- નાણાંકીય વર્ષ 2026માં 73.7 મિલિયન ટનનું રેકોર્ડબ્રેક વેચાણ વોલ્યુમ
- અદાણી ગ્રુપની કંપનીએ જાળવી રાખી 'દેવા-મુક્ત' કંપનીની મજબૂત સ્થિતિ
- શેરધારકો માટે ખુશખબર: પ્રતિ શેર રૂ. 2 ડિવિડન્ડની કરવામાં આવી જાહેરાત
- ભૌગોલિક તણાવ છતાં ગ્રીન એનર્જી અને કાર્યક્ષમતા દ્વારા નફાકારકતા જાળવી
અદાણી પોર્ટફોલિયોનો મહત્વનો હિસ્સો અને વિશ્વની 9મી સૌથી મોટી બિલ્ડિંગ મટિરિયલ સોલ્યુશન્સ કંપની, અંબુજા સિમેન્ટ્સ લિમિટેડે (Ambuja Cements Limited) 31 માર્ચ 2026ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ માટે અત્યાર સુધીનું સર્વોચ્ચ પ્રદર્શન નોંધાવ્યું છે. વૈશ્વિક સ્તરે પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષો અને ઇંધણના ભાવમાં વધારા જેવા પડકારો હોવા છતાં, કંપનીએ વાર્ષિક એબિટામાં (Operating EBITDA) 31 ટકાની શાનદાર વૃદ્ધિ સાથે રૂ. 6,539 કરોડનો આંકડો પાર કર્યો છે.
Mr. Vinod Bahety, Whole Time Director & CEO, Ambuja Cements, reflects on a decisive year. With record volume of 73.7 MnT and EBITDA of Rs. 887 PMT, we outperformed industry growth & strengthened execution to reinforce leadership and drive sustainable growth. #ThisIsAdaniCement pic.twitter.com/fsfOyjEnd1
— Ambuja Cement Official (@AmbujaCementACL) May 4, 2026
નાણાંકીય વર્ષ 2026ના મુખ્ય આંકડા
કંપનીના સીઈઓ વિનોદ બહેતીએ અહેવાલ રજૂ કરતા જણાવ્યું કે, નાણાંકીય વર્ષ 2026 સિમેન્ટ ક્ષેત્ર માટે સહનશક્તિનું વર્ષ રહ્યું છે. અંબુજા સિમેન્ટ્સે આ વર્ષે 73.7 મિલિયન ટનનું સર્વોચ્ચ વાર્ષિક વેચાણ વોલ્યુમ (Sales Volume) હાંસલ કર્યું છે. કંપનીની કુલ આવક રૂ. 40,656 કરોડ રહી છે, જ્યારે નોર્મલાઇઝ્ડ ચોખ્ખો નફો રૂ. 2,647 કરોડ નોંધાયો છે. સૌથી મહત્વની વાત એ છે કે, અંબુજા સિમેન્ટ્સે પોતાની દેવા-મુક્ત (Debt-Free Company) સ્થિતિ જાળવી રાખી છે, જે રોકાણકારો માટે વિશ્વાસનું પ્રતીક છે.
વ્યૂહાત્મક વિલીનીકરણ અને ક્ષમતા વિસ્તરણ
નાણાંકીય વર્ષ 2026માં કંપનીએ 'વન સિમેન્ટ પ્લેટફોર્મ' હેઠળ સાંઘી અને પેન્ના સિમેન્ટનું સફળ વિલીનીકરણ (Merger) પૂર્ણ કર્યું છે. હાલમાં કંપનીની ઉત્પાદન ક્ષમતા 109 MTPA છે, જેને નાણાંકીય વર્ષ 2027 સુધીમાં વધારીને 119 MTPA સુધી લઈ જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ માટે જોધપુર, દહેજ અને વારીસલીગંજ જેવા સ્થળોએ નવા યુનિટ્સ અને ક્લિંકર લાઈનો કાર્યરત કરવામાં આવી રહી છે.
ગ્રીન એનર્જી અને ડિકાર્બનાઇઝેશન
પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી સમજતા, અંબુજાએ ગ્રીન પાવરનો હિસ્સો 26 ટકાથી વધારીને 32 ટકા કર્યો છે. કંપની 2050 સુધીમાં નેટ-ઝીરો (Net-Zero) લક્ષ્ય હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ માટે સોલર અને વિન્ડ એનર્જીમાં મોટાપાયે રોકાણ કરવામાં આવી રહ્યું છે.
પશ્ચિમ એશિયા સંઘર્ષની અસરો
રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે પશ્ચિમ એશિયાના તણાવને કારણે ઇંધણ, ડીઝલ અને પેકેજિંગ બેગના ખર્ચમાં વધારો થયો છે. જોકે, અંબુજા સિમેન્ટ્સે ફ્યુઅલ મિક્સ ઓપ્ટિમાઇઝેશન અને રેલ-સમુદ્ર માર્ગે લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરીને આ દબાણને સફળતાપૂર્વક નિયંત્રિત કર્યું છે. કંપનીના મજબૂત પ્રદર્શનને જોતા, બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઇક્વિટી શેર પર રૂ. 2 પ્રતિ શેર ડિવિડન્ડ (Dividend) આપવાની ભલામણ કરી છે. ભારતની લાંબા ગાળાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિ મજબૂત હોવાથી કંપની ભવિષ્યમાં પણ આ જ ગતિ જાળવી રાખવા આશાવાદી છે.
આ પણ વાંચો : Share Market : Sensex માં મોટો ઉછાળો, 5 જ સેકંડમાં રૂ. 4.64 લાખ કરોડનો ઉમેરો


