ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Anant Ambani : અનંત અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં કાર્યકારી ડિરેક્ટર તરીકે નિમાયા

હાલમાં તેઓ નોન-એગ્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અને હવે તેઓ એક્ઝિક્યુટિવ જવાબદારીઓ સંભાળશે.
08:01 PM May 01, 2025 IST | Vipul Sen
હાલમાં તેઓ નોન-એગ્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અને હવે તેઓ એક્ઝિક્યુટિવ જવાબદારીઓ સંભાળશે.
Anant Ambani_Gujarat_first 1
  1. Anant Ambani રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં કાર્યકારી ડિરેક્ટર તરીકે નિમાયા
  2. 1 મે 2025 થી શરૂ થતી 5 વર્ષની મુદત માટે કાર્યકારી ડિરેક્ટર તરીકે નિમ્યા
  3. હજી શેરહોલ્ડરોની મંજૂરીના આધિન રહેશે, હાલમાં તેઓ નોન-એગ્ઝિક્યુટિવ ડિરેક્ટર

Anant Ambani : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ અનંત એમ. અંબાણીને 1 મે 2025 થી શરૂ થતી 5 વર્ષની મુદત માટે કાર્યકારી ડિરેક્ટર (Executive Director) તરીકે નિમ્યા છે, જે હજી શેરહોલ્ડરોની મંજૂરીનાં આધિન રહેશે. હાલમાં, તેઓ નોન-એગ્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અને હવે તેઓ એક્ઝિક્યુટિવ જવાબદારીઓ સંભાળશે. આ નિર્ણય અંબાણી પરિવારની વારસાગત યોજના હેઠળ લેવાયો છે.

આ પણ વાંચો - GST Collection : કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, GSTકલેક્શનમાં ધરખમ વધારો

અનંત અંબાણી RIL નાં ઊર્જા અને સ્થિરતા સંબંધિત પ્રયત્નોમાં હંમેશાં સક્રિય રહ્યા

નોંધનીય છે કે, અનંત અંબાણી (Anant Ambani) RIL નાં ઊર્જા અને સ્થિરતા સંબંધિત પ્રયત્નોમાં હંમેશાં સક્રિય રહ્યા છે, જ્યાં કંપનીનું લક્ષ્ય છે કે તે વર્ષ 2035 સુધી નેટ-ઝીરો કાર્બન (Net-Zero Carbon) બને. તેઓ સ્વચ્છ ઇંધણનાં ઉત્પાદન, કાર્બન કેપ્ચર ટેકનોલોજી, પરિપ્રેક્ષ્ય સામગ્રી અને ક્રૂડ-ટૂ-કેમિકલ (Crude-to-Chemical) રૂપાંતરણનાં વિસ્તરણમાં મદદરૂપ થયા છે.

આ પણ વાંચો - Adani Ports નો નફો 48% વધીને રૂ. 3023 કરોડ થયો, દરેક શેર પર મળશે રૂ. 7નું ડિવિડન્ડ

જૂથની આ કંપનીઓમાં અનંત અંબાણી સક્રિય

માહિતી અનુસાર, ઓગસ્ટ 2022 માં અનંત અંબાણીને (Anant Ambani) કંપનીનાં ઊર્જા સેગમેન્ટનાં વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે માર્ચ 2020 થી તેઓ જીયો પ્લેટફોર્મ્સ લિમિટેડનાં (Jio Platforms Limited) ચેરમેન છે. જ્યારે મે 2022 માં રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડનાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં અને જૂન 2021 થી રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડ (Reliance New Energy Limited) તેમ જ રિલાયન્સ ન્યૂ સોલાર એનર્જીનાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ સામેલ છે.

આ પણ વાંચો - Nadiad : KDCC Bank નો બિઝનેસ રૂ. 4390 કરોડ પર પહોંચ્યો

Tags :
Anant AmbaniGUJARAT FIRST NEWSJio Platforms Limitedmukesh ambaniNon-Executive DirectorReliance Industries LimitedReliance New Energy LimitedReliance New Solar EnergyReliance Retail Ventures LimitedRILTop Gujarati News
Next Article