ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Paytm ને વધુ એક ઝટકો! EDએ કારણદર્શક નોટિસ ફટકારી, જાણો કેમ?

Paytm ની ફરી મુશ્કેલીઓ વધી EDએ કારણદર્શક નોટિસ ફટકારી FEMA ઉલ્લંઘન અંગે નોટિસ મળી Paytm Notice: ફિનટેક ફર્મ પેટીએમ(Paytm)ની મુશ્કેલીઓ ફરી એકવાર વધતી જોવા મળી રહી છે. તેની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ પર ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)નું...
11:06 AM Mar 02, 2025 IST | Hiren Dave
Paytm ની ફરી મુશ્કેલીઓ વધી EDએ કારણદર્શક નોટિસ ફટકારી FEMA ઉલ્લંઘન અંગે નોટિસ મળી Paytm Notice: ફિનટેક ફર્મ પેટીએમ(Paytm)ની મુશ્કેલીઓ ફરી એકવાર વધતી જોવા મળી રહી છે. તેની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ પર ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)નું...
Paytm Notice

Paytm Notice: ફિનટેક ફર્મ પેટીએમ(Paytm)ની મુશ્કેલીઓ ફરી એકવાર વધતી જોવા મળી રહી છે. તેની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ પર ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)નું ઉલ્લંઘન કરવાનો આરોપ છે અને આ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કંપનીને કારણદર્શક નોટિસ મોકલી છે. ED ની નોટિસ (Paytm Notice)તેની બે પેટાકંપનીઓ લિટલ ઇન્ટરનેટ પ્રાઇવેટ લિમિટેડ અને નીયરબાય ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ માટે મળી છે. આ સમગ્ર મામલો 611 કરોડ રૂપિયાથી વધુના વ્યવહાર સાથે સંબંધિત છે.

FEMA ઉલ્લંઘન અંગે નોટિસ મળી

પીટીઆઈના અહેવાલ મુજબ પેટીએમની પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશનને તેની પેટાકંપનીઓ લિટલ ઈન્ટરનેટ પ્રાઇવેટ લિમિટેડ (LIPL) અને નીયરબાય ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (NIPL) સાથે સંબંધિત વ્યવહારો અંગે ED નોટિસ મળી છે. કંપની દ્વારા સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપતાં કહેવામાં આવ્યું છે કે 28 ફેબ્રુઆરીએ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે FEMA ઉલ્લંઘન નોટિસ મોકલી છે.

આ પણ  વાંચો -IPO Next Week: રોકાણકારો તૈયાર રહેજો! એક IPO અને 4 કંપનીઓનું થશે લિસ્ટિંગ

કંપનીએ કહ્યું - ગ્રાહકો પર કોઈ અસર થશે નહીં

ફાઇલિંગમાં કંપનીએ કહ્યું છે કે કાયદા અનુસાર આ મામલાને ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે અને આનાથી પેટીએમ વપરાશકર્તાઓ અને વેપારીઓને આપવામાં આવતી સેવાઓ પર કોઈ અસર થશે નહીં. નોંધનીય છે કે પેટીએમની પેરેન્ટ કંપનીને જે કંપનીઓ માટે નોટિસ મળી છે તે 2017 માં હસ્તગત કરવામાં આવી હતી. આ નોટિસ 2015 થી 2019 ના વર્ષ માટે FEMA એક્ટ 1999 ની કેટલીક જોગવાઈઓના ઉલ્લંઘન અંગે આપવામાં આવી છે.

આ પણ  વાંચો -SEBI New Chief: તુહિન કાંત પાંડેએ સંભાળ્યું કામકાજ, આપ્યું આ મોટું વચન

એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર, 611.17 કરોડ રૂપિયાથી વધુના કુલ વ્યવહારોમાંથી લગભગ 344.99 કરોડ રૂપિયા LIPL સાથે સંકળાયેલા રોકાણ વ્યવહારો છે, જ્યારે 245.20 કરોડ રૂપિયા OCL સાથે સંબંધિત છે અને બાકીના 20.97 કરોડ રૂપિયા NIPL સાથે જોડાયેલા છે.

સોમવારે શેર પર અસર દેખાશે!

પેટીએમને મળેલી ઇડીની નોટિસની પગલે સોમવારે તેના શેર પર અસર જોવા મળી શકે છે. શુક્રવારે પેટીએમના શેર 715 પર ખૂલ્યો હતો જે ટ્રેડિંગ દરમિયાન 698 પર આવી હયો હતો. દિવસ દરમિયાન તે ઘટીને 714 પર બંધ થયો હતો. પેટીએમનું માર્કેટ કેપ ઘટીને 45660 કરોડ થયુ હતું

Tags :
Business NewsED NewsED Notice To PatymLittle InternetNearbuyOn97 CommunicationPayTMPaytm CEOPaytm FounderPaytm gets show cause noticePaytm newsPaytm NoticePaytm SharePaytm Share In FocusPaytm Share PricePaytm Stock PricePaytm Stock UpdatePaytm SubsidiaryPaytm TroubleVijay Shekhar Sharma
Next Article