Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Anthropic ના નવા AI ટૂલથી ગ્લોબલ માર્કેટમાં હડકંપ, એક જ દિવસમાં $ 285 અબજ સાફ

Anthropic AI Tool: Anthropic કંપનીના નવા AI એજન્ટ 'Claude' ના કારણે આઈટી જગતમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આ ટૂલ સોફ્ટવેર અને ડેટા એનાલિટિક્સના કામો જાતે કરી શકતું હોવાથી મોંઘા સોફ્ટવેર અને મેનપાવરની જરૂરિયાત ઘટવાનો ડર છે. આ ચિંતામાં એક જ દિવસમાં આઈટી માર્કેટમાંથી $285 અબજ સાફ થઈ ગયા છે, જે ટેક સેક્ટરમાં એઆઈના વધતા પ્રભુત્વનો સંકેત છે
anthropic ના નવા ai ટૂલથી ગ્લોબલ માર્કેટમાં હડકંપ  એક જ દિવસમાં   285 અબજ સાફ
Advertisement

. Anthropic ના નવા AI ઓટોમેશન ટૂલના કારણે રોકાણકારોમાં ડર પેઠો
. વૈશ્વિક સ્તરે IT સ્ટોક્સમાંથી $285 અબજની સંપત્તિ ધોવાઈ ગઈ
. આ એક એજેન્ટિક AI આસિસ્ટન્ટ છે જે ફાઈલ મેનેજમેન્ટ અને ડેટા રીડિંગ જેવા જટિલ કાર્યો કરી શકે છે

Anthropic AI Tool: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું કામ કરનારી અને Open AI ની મુખ્ય પ્રતિસ્પર્ધી કંપની Anthropic ના એક નવા એઆઈ ઓટોમેશન ટૂલના આવવાથી ગ્લોબલ માર્કેટમાં હડકંપ મચ્યો છે. તેની સૌથી વધુ અસર ટેક જગત પર જોવા મળી રહી છે. આ ટૂલના આવતાની સાથે જ આઈટી સ્ટોક્સમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં 285 અબજ ડોલરનો સફાયો થઈ ચુક્યો છે.

Advertisement

સોફ્ટવેર માર્કેટમાં એ વાતનો ડર સતાવે છે કે ક્યાંક આ નવું આઈટી ટૂલ ક્યાંક પહેલેથી ચાલ્યા આવતા સબ્સક્રિપ્શન આધારીત બિઝનસ મોડલ્સ પર ભારે પડી જાય નહીં. આનાથી માત્ર સોફ્ટવેર માર્કેટ જ નહીં, પણ ડેટા એનાલિટિક્સ અને લીગલ સર્વિસ પણ પ્રભાવિત થશે.

Advertisement

Anthropic ના AI થી બજારમાં ખોફ

હંમેશાથી જ એ કહેવામાં આવે છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઘણાં લોકોની જૉબ છીનવી શકે છે. તેવી જ રીતે Anthropic નું નવું એઆઈ ટૂલ પણ કન્સલ્ટિંગ ફર્મ્સ અને આઈટી સર્વિસની સાથે આઈટી સેક્ટરના રોકાણકારોને પણ ડર સતાવી રહ્ય છે કે આ કંપનીઓમાં મેનપાવર અને બિલિંગની આવશ્યકતા સમાપ્ત થઈ શકે છે.

આ પણ વાંચો :  અપડેટ થજો નહીંતર પતી જશો!: AI થી ખતમ થનારી 40 જૉબ્સનું આવ્યું લિસ્ટ

આઈટી સેક્ટરના શેયર્સમાં મોટો કડાકો

આ નવા એઆઈ ટૂલથી ઘણી આઈટી કંપની જેવી કે વિપ્રો અને ઈન્ફોસિસના શેયર્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. એડવાઈઝરી સર્વિસ પ્રદાન કરનારી કંપની Gartner ના સ્ટોક્સમાં 25 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. તેવી જ રીતે અન્ય આઈટી કંપનીઓના શેયર્સમાં પણ ઘટાડો નોંધાયો છે.

મહત્વપૂર્ણ છે કે Anthropic એ જાન્યુઆરીની શરૂઆતમાં ક્લૉડ કોવર્ક રજૂ કર્યું હતું, જે એક એજેન્ટિક એઆઈ આસિસ્ટન્ટ છે. તેના પછી હવે તે બિન-તકનીકી પ્રોફેશનલ્સ માટે પણ ડિઝાઈન કરવામાં આવ્યું. આ નવું એઆઈ ફોલ્ડર્સને મેનેજ કરી શકે છે, ફાઈલોને ઓપન કરીને વાંચી શકે છે.

યૂઝર્સની સંમતિથી ઘણાં કાર્યો પણ આ એઆઈ ટૂલ્સ દ્વારા થઈ શકે છે.

આ પણ વાંચો :  AIથી 4-5 વર્ષમાં White Collar નોકરીઓ પર ખતરો, Bill Gates એ કહ્યુ-સમય ઓછો છે

જો કે આ લીગલ એડવાઈઝ આપી શકતું નથી. બજારને આ નવા એઆઈ ટૂલ સિવાય એ પણ ચિંતા સતાવી રહી છે કે જેનેરેટિવ એઆઈમાં 30થી 40 અબજ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે. જેના પછી ઘણી કંપનીઓને રિટર્ન મળ્યું નથી. આ નવું ટૂલ કંપનીઓ માટે એક વ્યાજબી વિકલ્પ બની શકે છે, જે મોંઘા સોફ્ટવેરનો વિકલ્પ બની શકે છે.

આ પણ વાંચો :  AI થી એક જ વ્યક્તિ આખી ટીમ જેટલું કામ કરી શકે છે: Mark Zuckerberg

Tags :
Advertisement

.

×