Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ દેશમાં Apple ને 1388 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો, જાણો શું છે મામલો…

એપલને ફ્રાન્સમાં મોટો ઝટકો લાગ્યો એપલ પર 15 કરોડ યુરોનો દંડ ફટકાર્યો એપ ટ્રેકિંગ પ્રાઈવસી ફીચરના મામલે Apple: દુનિયાની સૌથી મોટી ટેક કંપની Apple ને ફ્રાન્સમાં મોટો ઝટકો લાગ્યો છે.ફ્રાંસની એન્ટિટ્રસ્ટ ઓથોરીટીએ એપલ પર 15 કરોડ યુરોનો દંડ (Apple...
આ દેશમાં apple ને 1388 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો  જાણો શું છે મામલો…
Advertisement
  • એપલને ફ્રાન્સમાં મોટો ઝટકો લાગ્યો
  • એપલ પર 15 કરોડ યુરોનો દંડ ફટકાર્યો
  • એપ ટ્રેકિંગ પ્રાઈવસી ફીચરના મામલે

Apple: દુનિયાની સૌથી મોટી ટેક કંપની Apple ને ફ્રાન્સમાં મોટો ઝટકો લાગ્યો છે.ફ્રાંસની એન્ટિટ્રસ્ટ ઓથોરીટીએ એપલ પર 15 કરોડ યુરોનો દંડ (Apple fined in France) ફટકાર્યો છે.આ દંડની કિંમત ભારતીય રૂપિયામાં 1388 કરોડ થાય છે.એપ ટ્રેકિંગ પ્રાઈવસી ફીચરના મામલે સોમવારે ફ્રાંસની એન્ટિટ્રસ્ટ ઓથોરીટીએ આ દંડ ફટકાર્યો છે.આ ફીચર અન્ય ઘણા યુરોપિયન દેશોમાં પણ તપાસ હેઠળ છે.

ઓથોરીટીએ થર્ડ પાર્ટી પબ્લીશર્સને પણ દંડ ફટકાર્યો

એપ્રિલ,2021 અને જુલાઈ2023 વચ્ચે iOS અને iPad ડિવાઈસીસ માટે મોબાઇલ એપ્લિકેશન ડીસ્ટ્રીબ્યુશનમાં દબદબાનો દુરુપયોગ કરવા બદલ ઓથોરીટીએ Apple પર દંડ લગાવ્યો. ઓથોરીટીએ જણાવ્યું કે જે રીતે કંપનીએ તેના એપ ટ્રેકિંગ ટ્રાન્સપરન્સી (ATT) સોફ્ટવેરને અમલમાં મુક્યો છે.તે યુઝર્સના ડેટાને સુરક્ષિત રાખવાના કંપનીના જણાવેલા ટાર્ગેટને અનુરૂપ ન હતું.ઓથોરીટીએ થર્ડ પાર્ટી પબ્લીશર્સને પણ દંડ ફટકાર્યો.દંડ ઉપરાંત એપલે સાત દિવસ સુધી વેબસાઇટ પર આ આદેશ પબ્લીશ કરવો પડશે.

Advertisement

આ પણ  વાંચો -EPFO ધારકો માટે મહત્વના સમાચાર! ઓટો સેટલમેન્ટમાં કર્યો ધરખમ વધારો

Advertisement

પોલેન્ડના અધિકારીઓએ તપાસ શરૂ કરી

જર્મની,ઇટાલી,રોમાનિયા અને પોલેન્ડના અધિકારીઓએ ATT અંગે એપલ સામે તપાસ શરૂ કરી છે.એપલે એક નિવેદનમાં જણાવ્યું કે આજના નિર્ણયથી અમે નિરાશ છીએ,ફ્રેન્ચ કોમ્પિટિશન ઓથોરિટીએ ATTમાં કોઈ ચોક્કસ ફેરફારો સૂચવ્યા નથી.

આ પણ  વાંચો -આ 7 બાબતો તમારું ભાગ્ય કરશે નક્કી,આગામી 4 દિવસમાં તમે ગરીબ થશો કે અમીર

શું છે મામલો?

એપલે વર્ષ 2021 માં આ ફીચર રજુ કર્યું હતું.જે મુજબ એપ્લિકેશનો અને વેબસાઇટ્સ પર એક્ટીવીટીને ટ્રેક કરતા પહેલા એપ્લિકેશનોએ પોપ-અપ વિન્ડો દ્વારા યુઝર્સની સંમતિ મેળવવાની જરૂર છે.જો યુઝર ડીક્લાઇન કરે છે, તો એપ્લિકેશન તે યુઝર્સની માહિતીનું ઍક્સેસ ગુમાવે છે.એપલ પર આરોપ લગાવવામાં આવ્યો કે તે આ સિસ્ટમનો ઉપયોગ પોતાની એડ સર્વિસને પ્રમોટ કરવા માટે કરે છે જ્યારે સ્પર્ધકોને રીસ્ટ્રીકટ કરે છે.

Tags :
Advertisement

.

×