આર્થિક મોરચે ભારત માટે ખરાબ સમાચાર! રેટિંગ એજન્સી ICRA એ દેશના GDP વૃદ્ધિ દરમાં ઘટાડો કર્યો
- આર્થિક મોરચે ભારત માટે ખરાબ સમાચાર
- FY24ની સરખામણીમાં FY25માં ઘટાડો શક્ય છે
- FY25 માં ભારતનો GDP વૃદ્ધિ દર 6.9 ટકા રહેવાનો અંદાજ
India GDP 2025: ક્રેડિટ રેટિંગ એજન્સી ICRA એ સોમવારે તેના નવા અહેવાલમાં જણાવ્યું હતું કે માર્ચ ક્વાર્ટર (Q4 FY25) માં ભારતનો GDP વૃદ્ધિ દર 6.9 ટકા રહેવાનો અંદાજ છે. આ અંદાજ ફેબ્રુઆરીમાં રાષ્ટ્રીય આંકડા કાર્યાલય (NSO) દ્વારા જાહેર કરાયેલા અંદાજ કરતા ઓછો છે, જેમાં Q4 માં ગ્રોથ 7.6 ટકા રહેવાનો અંદાજ હતો.
FY25માં આખા વર્ષની વૃદ્ધિ 6.3 ટકા સુધી મર્યાદિત રહી શકે છે
ICRA માને છે કે સમગ્ર નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો આર્થિક વિકાસ દર 6.3 ટકા રહી શકે છે. જ્યારે NSO એ ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2025 માં GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહેશે. જો NSO ના અંદાજને સચોટ ગણવો હોય, તો માર્ચ ક્વાર્ટરમાં વૃદ્ધિ 7.6 ટકા હોવી જોઈએ, જે હવે મુશ્કેલ લાગે છે.
FY24ની સરખામણીમાં FY25માં ઘટાડો શક્ય છે
ICRA મુજબ, નાણાકીય વર્ષ 2023-24માં GDP વૃદ્ધિ 9.2 ટકા હતી, પરંતુ નાણાકીય વર્ષ 2024-25માં તેમાં તીવ્ર ઘટાડો થવાની સંભાવના છે. આ ઘટાડો મુખ્યત્વે ખાનગી વપરાશ અને રોકાણ પ્રવૃત્તિઓમાં અસમાનતાને કારણે હોઈ શકે છે.
આ પણ વાંચો : IMF પાસેથી લોન લેવામાં પાકિસ્તાન કયા ક્રમે છે ? દેવાળીયા દેશને નાણાં અપાવવામાં કોની ભૂમિકા મહત્વપૂર્ણ છે ?
ICRA ના મુખ્ય અર્થશાસ્ત્રીએ શું કહ્યું?
ICRA ના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે ચોથા ક્વાર્ટરમાં ખાનગી વપરાશ અને રોકાણ પ્રવૃત્તિ સમાન ગતિએ વધી નથી. રોકાણમાં મંદીનું એક કારણ ટેરિફ અંગેની અનિશ્ચિતતા પણ છે.
સેવાઓની નિકાસ સારી છે, પરંતુ માલની નિકાસ ઘટી છે
અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે સેવા નિકાસમાં સતત બે આંકડાની વૃદ્ધિ જોવા મળી છે, જ્યારે ડિસેમ્બરમાં વધેલી વેપારી નિકાસ હવે માર્ચ ક્વાર્ટરમાં ઘટી ગઈ છે.
સત્તાવાર આંકડા 31 મેના રોજ આવશે
હવે બધાની નજર 31 મે, 2025 પર છે, જ્યારે NSO માર્ચ ક્વાર્ટર અને સમગ્ર નાણાકીય વર્ષ 25 માટે કામચલાઉ GDP આંકડા જાહેર કરશે. ત્યારબાદ જ નક્કી થશે કે ICRAનો અંદાજ સાચો સાબિત થાય છે કે સરકારી આંકડા વધુ આશાસ્પદ નીકળે છે.
આ પણ વાંચો : New 20 Rupee Note: 20 રૂપિયાની નવી નોટ આવશે, RBIએ કરી જાહેરાત