1 જાન્યુઆરીથી આ 3 બેંક ખાતા થઇ જશે બંધ, જાણો તમારુ તો બંધ નહીં થાય ને...
Bank Account Closed : નવા વર્ષની પહેલી તારીખ એટલે કે 1 જાન્યુઆરી, 2025 થી અનેક ફેરફારો થવાના છે. આ ફેરફારોની સાથે જ રિઝર્વ બેંકે બેંકિંગ સિસ્ટમમાં પણ કેટલાક ફેરફારની જાહેરાત કરી છે
04:43 PM Jan 01, 2025 IST
|
KRUTARTH JOSHI
Bank Account Closed : નવા વર્ષની પહેલી તારીખ એટલે કે 1 જાન્યુઆરી, 2025 થી અનેક ફેરફારો થવાના છે. આ ફેરફારોની સાથે જ રિઝર્વ બેંકે બેંકિંગ સિસ્ટમમાં પણ કેટલાક ફેરફારની જાહેરાત કરી છે, જેની અસર દેશના કરોડો લોકો પર પડશે. રિઝર્વ બેંકના અનુસાર 1 જાન્યુઆરી, 2025 થી ત્રણ પ્રકારનાં એકાઉન્ટ બંધ થઇ જશે. જેમાં જીરો બેલેન્સ એકાઉન્ટ થઇ જશે. આ ઉપરાંત લાંબા સમયથી ઇનએક્ટિવ એકાઉન્ટ અને ડોરમેટ એકાઉન્ટનો સમાવેશ થાય છે.
1. જે ખાતા લાંબા સમયથી ઇનએક્ટિવ છે.
જે બેંક એકાઉન્ટમાં ગત્ત એક વર્ષ અથવા તેના કરતા વધારે સમયથી કોઇ લેવડ દેવડ નથી થઇ ,તેને ઇનએક્ટિવ કેટેગરીમાં નાખીને બંધ કરી દેવામાં આવશે. જો કે ગ્રાહક ઇચ્છે તો પોતાના બેંકનો સંપર્ક કરીને તેને ફરી એક્ટિવ કરી શકે છે. આ નિર્ણય એકાઉન્ટમાં થતા ગોટાળાઓને અટકાવવાનાં ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો છે.
2. જીરો બેલેન્સ એકાઉન્ટ
એવા એકાઉન્ટ જેમાં લાંબા સમયથી કોઇ પૈસા નથી. એટલે કે 0 બેલેન્સવાળા ખાતા પણ 1 જાન્યુઆરીથી બંધ કરી દેવામાં આવશે. રિઝર્વ બેંકે આ ખાતાઓને બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેથી તેનો ખોટો ઉપયોગ ટાળી શકાય. જો તમારુ ખાતું પણ લાંબા સમયથી જીરો બેલેન્સ છે તો તત્કાલ પોતાની બેંકની નજીકની બ્રાંચનો સંપર્ક કરીને KYC અપડેટ કરીને બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ સાથે તેને શરૂ રાખી શકો છો.
3. ડોરમેટ એકાઉન્ટ
ડોરમેટ એકાઉન્ટની કેટેગરીમાં તે ખાતાઓ આવે છે, જેમાં બે વર્ષ અથવા તેના કરતા વધારે સમયથી કોઇ પ્રકારનો વ્યવહાર થયો નથી. એવા એકાઉન્ટ સાયબર ક્રિમિનલના નિશાન પર હોય છે. તેઓ તેને હેક કરીને ઠગાઇ કરવાનો પ્રયાસ કરે છે. આ ખાતાઓને પણ 1 જાન્યુઆરી, 2025 થી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો : India: મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણનો રસ્તો સાફ, અમેરિકાએ આપી લીલી ઝંડી
આ કારણે RBI એ લીધો મોટો નિર્ણય
રિઝર્વ બેંકને આ ત્રણ કારણથી ખાતાબંધ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં વિવિધ ખાતામાં થતા આર્થિક ગોટાલા, બૈંકિગ સેક્ટરમાંપારદર્શીતા લાવવા , ડિજિટલાઇઝેશનને ઉત્તેજન આપવા અને સાયબર ફ્રોડને અટકાવીને નાગરિકોને મહત્તમ મદદ પુરી પાડવાનો ઉદ્દેશ્ય છે.
Next Article