Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bernstein નો PM Modi ને ખુલ્લો પત્ર, સરકાર રિફોર્મ નહીં લાવે તો પાછું પડશે ભારત

Bernstein's Open Letter to PM : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બર્નસ્ટીને ખુલ્લો પત્ર લખ્યો છે. બર્નસ્ટીને ખુલ્લા પત્રમાં રિફોર્મનું સૂચન કરતા 2019 બાદ ફરીથી ચેતવણી આપી છે. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે 2019માં સ્લોડાઉન (Slowdown) સમસ્યા હતી. પરંતુ હવે એનાથી મોટો પડકાર છે. AI,COVID અને ડી-ગ્લોબલાઈઝેશન (De-globalization) થી પરિસ્થિતિ બદલાઈ છે.
bernstein નો pm modi ને ખુલ્લો પત્ર  સરકાર રિફોર્મ નહીં લાવે તો પાછું પડશે ભારત
Advertisement

. જો ભારત પોતાના AI મોડલ્સ તૈયાર નહીં કરે તો આઈટી સેક્ટરની નોકરીઓ પર જોખમ આવી શકે છે
. કૃષિમાં સબ્સિડી મોડલ છોડીને સ્ટોરેજ અને સ્ટ્રક્ચરલ રિફોર્મ લાવવા તેમજ R&D ખર્ચમાં વધારો કરવા પર ભાર મૂક્યો
. 2019 ના સ્લોડાઉન કરતા અત્યારે AI અને ડી-ગ્લોબલાઈઝેશનને કારણે ભારતે વધુ બોલ્ડ આર્થિક નિર્ણયો લેવાની જરૂર છે

Bernstein's Open Letter to PM : બ્રોકરેજ ફર્મ બર્નસ્ટીને (Bernstein) પીએમ મોદી (PM MODI) ને એક ખુલ્લો પત્ર (Open Letter) લખ્યો છે. બર્નસ્ટીનનું કહેવું છે કે જો સરકાર રિફોર્મ નહીં લાવે તો ભારત પાછળ પડી જશે. બ્રોકરેજ ફર્મે એગ્રિકલ્ચર, એનર્જી, મેન્યુફેક્ચરિંગ સહીત 8 મોટી થીમમાં બોલ્ડ નિર્ણયોની તરફદારી કરતા કહ્યું છે કે માત્ર એપ બનાવવાથી કામ નહીં ચાલે. દેશને ખુદના AI મોડલ્સ પર કામ કરવું પડશે, નહીંતર IT નોકરીઓ ખતરામાં પડી જશે.

Advertisement

બર્નસ્ટીન (Bernstein) ની ચેતવણી

પીએમને બર્નસ્ટીને ખુલ્લા પત્રમાં રિફોર્મનો મંત્ર આપતા 2019 બાદ ફરીથી ચેતવણી આપી છે. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે 2019માં સ્લોડાઉન સમસ્યા હતી. પરંતુ હવે વધુ મોટો પડકાર છે. AI,COVID અને ડી-ગ્લોબલાઈઝેશન () થી પરિસ્થિતિ બદલાઈ છે. આ ખુલ્લા પત્રમાં કહેવામાં આવ્યું છે કે રિફોર્મની રફ્તાર નહીં વધે તો ફુલ પોટેન્શિયલ પ્રાપ્ત કરવો મુશ્કેલ થઈ જશે. 6ના સ્થાને હવે 8 મોટી પ્રાથમિકતાઓ પર કામ કરવું જરૂરી છે.

Advertisement

બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે ભારત આ સમયે ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર, ઈનોવેશન અને નેક્સ્ટ ઝેન ટેકના મોરચા પર પાછળ રહ્યું છે. આના પર ફોક્સ કરવાની જરૂરત છે.

આ પણ વાંચો: 2030 સુધીમાં ભારતની IT ઈન્ડસ્ટ્રીને AI ખતમ કરી દેશે?: TCS ના CEO આપ્યો જવાબ

બર્નસ્ટીનની 8 રિફોર્મ થીમ (Reform Themes)

બર્નસ્ટીનની 8 રિફોર્મ થીમમાં એગ્રીકલ્ચર (Agriculture), એનર્જી, એઆઈ, મેન્યુફેક્ચરિંગ, રેલવે ટ્રાન્સપોર્ટ, કેશ ટ્રાન્સફર અને સબ્સિડી, R&D અને ઈનોવેશનની સાથે ટેક્સેશન (Taxation) સામેલ છે. એગ્રિકલ્ચર પર તેનો અભિપ્રાય છે કે તેમાં સબ્સિડી મોડલ નહીં ચાલે. સિંચાઈ, એગ્રી ઈંફ્રા, સ્ટોરેજ અને સ્ટ્રક્ચરલ રિફોર્મ જરૂરી છે. એનર્જી પર બ્રોકરેજનું કહેવું છે કે DISCOM ની 5-6 લાખ કરોડ રૂપિયાની ખાદ્ય ઠીક નથી. EV ને પ્રોત્સાહન આપવાથી ખનીજતેલ પર નિર્ભરતા ઘટશે.

બર્નસ્ટીનની 8 રિફોર્મ થીમમાં સામેલ AI પર બ્રોકરેજનું કહેવું છે કે આમાં માત્ર એપ બનાવવાથી કામ નહીં ચાલે. દેશની પાસે પોતાનું ખુદના AI મોડલ્સ હોવા જોઈએ. તેની સાથે જ પોતાના ડેટા પર કંટ્રોલ હોવો જોઈએ નહીંતર આઈટી નોકરીઓ ખતરમાં પડી જશે. મેન્યુફેક્ચરિંગ પર બર્નસ્ટીને કહ્યું છેકે આ સેક્ટરમાં AI, રોબોટિક્સ અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગમાં રોકાણ થવું જોઈએ.

રેલવે ટ્રાન્સપોર્ટ પર પોતાનો અભિપ્રાય આપતા બર્નસ્ટીને કહ્યુ છે કે મેટ્રો, બસ અને રેલવે કોરિડોરમાં રોકાણ જરૂરી છે. તો કેશ ટ્રાન્સફર અને સબ્સિડી પર પોતાનો અભિપ્રાય આપતા બ્રોકરેજ ફર્મે ક્હ્યુ છે કે કેશ ટ્રાન્સફરથી ડિમાન્ડને પુશ મળે છે, પરંતુ તેનાથી મોંઘવારી વધવી અને પ્રોડક્ટિવિટી ઘટવાનો ખતરો ઉભો થાય છે.

R&D અને ઈનોવેશન પર ફોક્સ વધારવાની અપીલ કરતા બર્નસ્ટીને કહ્યું છે કે ભારતનો R&D ખર્ચ GDP ના માત્ર 0.6-0.7 ટકા છે. આ અન્ય દેશોની સરખામણીએ ઘણો ઓછો છે. આપણે R&D ખર્ચ વધારવાની જરૂરત છે. ટેક્સેશનપર પોતાનો અભિપ્રાય આપતા બ્રોકરેજ ફર્મે કહ્યું છે કે ટેક્સની મર્યાદા વધારવા માટે બોલ્ડ નિર્ણય લેવો જરૂરી છે. હાઈ ટેક્સ અને કમજોર ઈંફ્રાનું નરેટિવ બદલવું પડશે.

આ પણ વાંચો: Richest Person in Asia: ગૌતમ અદાણીનો ફરી દબદબો! અંબાણીને પાછળ છોડી બન્યા એશિયાના ધનકુબેર

ડિસ્કેલમર: ગુજરાત ફર્સ્ટ પર આપવામાં આવેલા વિચાર-મંતવ્ય એક્સપર્ટનો પોતાનો અંગત વિચાર છે. વેબસાઈટ અથવા મેનેજમેન્ટ તેના માટે ઉત્તરદાયી નથી. યૂઝર્સને ગુજરાત ફર્સ્ટની સલાહ છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લે અને પોતાની વિવેકબુદ્ધિ મુજબ નિર્ણય કરે.

Tags :
Advertisement

.

×