Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Bharat Natwar Patel: બારડોલીના નાગોડ ગામથી અમેરિકાના 'હોટેલ કિંગ' સુધી, ભરત નટવર પટેલની પ્રેરણાદાયી સંઘર્ષગાથા

"ગુજરાતના ઝવેરાત (Jewels of Gujarat) તરીકે ઓળખાતા અને અમેરિકાના હોસ્પિટાલિટી ક્ષેત્રમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરનાર ભારત નટવર પટેલની જીવન સફર કોઈપણ વ્યક્તિ માટે પ્રેરણાનો સ્ત્રોત બની શકે છે. સુરત જિલ્લાના બારડોલી પાસેના નાગોડ ગામના એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા ભારત પટેલે આજે અમેરિકામાં 60થી વધુ હોટેલ્સનું સામ્રાજ્ય ઊભું કર્યું છે.
bharat natwar patel  બારડોલીના નાગોડ ગામથી અમેરિકાના  હોટેલ કિંગ  સુધી  ભરત નટવર પટેલની પ્રેરણાદાયી સંઘર્ષગાથા
Advertisement
  • Bharat Natwar Patel: ભરત નટવર પટેલની જીવન ગાથા
  • 'Sun Development & Management Corp.' ના સ્થાપક અને CEO
  • ખેડૂત પરિવારના દીકરાએ આજે હોટેલ કિંગ તરીકે સિદ્ધિ મેળવી

Bharat Natwar Patel: Jewels of Gujarat તરીકે ઓળખાતા અને અમેરિકાના હોસ્પિટાલિટી ક્ષેત્રમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરનાર ભરત નટવર પટેલની જીવન સફર પ્રેરણા (Inspiration) નો સ્ત્રોત છે. સુરત જિલ્લાના બારડોલી (Bardoli) પાસેના નાગોડ ગામના એક સામાન્ય ખેડૂત પરિવાર (Farmer family) માંથી આવતા ભરત પટેલે આજે અમેરિકામાં મોટું હોટેલ સામ્રાજ્ય ઊભું કર્યું છે.

એક સામાન્ય ખેડૂત પુત્ર જ્યારે સાત સમંદર પાર જઈને હોટેલ ઉદ્યોગનો શહેનશાહ બને, ત્યારે તે સફર પાછળ લોહી-પરસેવાની અદભૂત કહાની છુપાયેલી હોય છે. ભરત નટવર પટેલની આ સફર બારડોલીના ખેતરોથી શરૂ થઈને અમેરિકાના આલીશાન રિસેપ્શન ડેસ્ક સુધી પહોંચી છે. માઈક્રોબાયોલોજી (Microbiology) ના અભ્યાસ દરમિયાન જ જ્યારે પરિવારે હોટેલ બિઝનેસ (Hotel business) માં ઝંપલાવ્યું, ત્યારે તેમણે પોતાની M.D.-Ph.D. જેવી ઉચ્ચ ડિગ્રીનો મોહ છોડીને વ્યવસાયની કમાન સંભાળી લીધી. રાત-દિવસનો ભેદ ભૂલીને કરેલી મહેનતનું પરિણામ આજે 'સન ડેવલપમેન્ટ' (Sun Development) નામના સામ્રાજ્ય તરીકે સૌની સામે છે. માત્ર પૈસા જ નહીં, પણ સેવાની સુવાસ ફેલાવતા ભારતભાઈ આજે પણ ગર્વથી કહે છે કે, "અમારો પરિવાર આજે પણ અમેરિકામાં એક ભારતીય પરિવાર તરીકે જ જીવે છે".

Advertisement

આ પણ વાંચો--- Arun Daloobhai Mistry : ફળની લારીથી ગ્લોબલ બિઝનેસ ટાયકૂન બનવા સુધીની સંઘર્ષ ગાથા

Advertisement

Bharat Natwar Patel: ગામડાની ગલીઓથી ન્યૂ જર્સી સુધીની સફર

ભરત પટેલનો ઉછેર નાગોડ ગામમાં ખેતર અને પ્રકૃતિની વચ્ચે થયો હતો. પિતા નટવરભાઈ ખેડૂત હતા, અને માતા મણીબેન ગૃહિણી. પ્રાથમિક શિક્ષણ (Primary education) ગામમાં પૂર્ણ કર્યા બાદ, તેઓ વધુ અભ્યાસ માટે વલ્લભ વિદ્યાનગર (Vallabh Vidyanagar) ની વી.પી. સાયન્સ કોલેજ (V.P. Science College) માં ગયા. જોકે, વર્ષ 1979માં પરિવારને મદદરૂપ થવા તેઓ માત્ર 20-21 વર્ષની ઉંમરે અમેરિકાના ન્યૂ જર્સી (New Jersey, USA) પહોંચ્યા હતા.

Bharat Natwar Patel: શિક્ષણ અને સંઘર્ષનો સમન્વય

અમેરિકામાં શરૂઆતના દિવસોમાં તેમણે હોટેલમાં રસોઈ બનાવવાથી લઈને મેન્ટેનન્સ (Maintenance) સુધીના તમામ નાના-મોટા કામો કર્યા. આ આકરાં પરિશ્રમની સાથે તેમણે પોતાનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો હતો. તેમણે વર્ષ 1984માં યુનિવર્સિટી ઓફ સધર્ન મિસીસિપીમાંથી માઇક્રોબાયોલોજીમાં સ્નાતક થયા. વર્ષ 1985માં બાયોકેમિસ્ટ્રીમાં બીજી ડિગ્રી મેળવી. વર્ષ 1987 મોલેક્યુલર બાયોલોજીમાં માસ્ટર્સ કર્યું. તેઓ M.D.-Ph.D.પણ કરી રહ્યા હતા. પરંતુ પરિવારના હોટેલ બિઝનેસને સંભાળવા તેમણે છેલ્લી ઘડીએ અભ્યાસ છોડી બિઝનેસમાં ઝંપલાવ્યું.

Bharat Natwar Patel: બિઝનેસમાં મોટી સિદ્ધિઓ

વર્ષ 1989માં ઈન્ડિયાનાપોલિસમાં તેમણે પ્રથમ હોટેલ ખરીદી અને વર્ષ 1991માં પોતાની પ્રથમ હોટેલ 'કમ્ફર્ટ ઇન' ('Comfort Inn') નું નિર્માણ કર્યું. આજે તેમની કંપની Sun Development & Management Corp. હેઠળ 60થી વધુ પ્રખ્યાત બ્રાન્ડ્સ (જેમ કે Hilton, Holiday Inn, Embassy Suites) ની હોટેલ્સ કાર્યરત છે, જેમાં 2,000થી વધુ રૂમ્સ અને 1,000થી વધુ કર્મચારીઓ કામ કરે છે.

Bharat Natwar Patel: પરિવાર આજે પણ ભારતીય

ભરત પટેલે 1989માં અંજુબેન સાથે લગ્ન કર્યા હતા. તેમના ચાર સંતાનો (પૃથ્વી, વિરલ, આકાશ, વિકાસ અને સૂરજ) આજે અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંથી ભણીને ડોક્ટર, વકીલ અને અર્થશાસ્ત્રી તરીકે સ્થાયી થયા છે. આટલી સફળતા છતાં તેઓ દર વર્ષે 3-4 અઠવાડિયા માટે પોતાના વતન ગુજરાત આવે છે. અને સામાજિક કાર્યોમાં સક્રિય રહે છે.

Bharat Natwar Patel: સામાજિક ઉત્તરદાયિત્વ અને દાન

તેમણે પોતાની દાદી રામીબેન પટેલના નામે Rami Patel Endowed Scholarship શરૂ કરી છે, જેના દ્વારા અનેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ આજે ડોક્ટર અને એન્જિનિયર બની રહ્યા છે. આ ઉપરાંત, તેઓ નવસારીની હોસ્પિટલો અને કેરળના પૂર પીડિતો માટે પણ મોટું દાન આપી ચૂક્યા છે.

ભરત નટવર પટેલના જીવનમાંથી યુવાનોને સંદેશ મળે છે કે, બિઝનેસ ક્યારેય સીધી રેખામાં નથી હોતો. તેમાં આવતી મંદીને મેનેજ કરતા શીખવું જોઈએ, તે તમને લાંબા ગાળે સફળ બનાવશે.

આ પણ વાંચો--- Dr. Bharat Barai: ખિસ્સામાં કશું ન હોવા છતાં વિશ્વસ્તરે ઓળખ, ડૉ. ભરત હરિદાસ બરાઈની પ્રેરણાદાયી જીવનયાત્રા

Tags :
Advertisement

.

×