Export વધારવા માટે ભારત સરકારનો મોટો નિર્ણય, 1 જૂનથી Export કરાયેલ ઉત્પાદનો પર ટેક્સમાં છૂટ
- નિકાસ વધારવા ભારત સરકારનો મોટો નિર્ણય
- નિકાસ પરના ટેક્સમાં ઘટાડો કરવાની જાહેરાત
- ટેક્સ મુક્તિની જોગવાઈઓ 1 જૂનથી અમલમાં આવશે
Export Boost: ભારત સરકારે નિકાસને પ્રોત્સાહન આપવા માટે મંગળવારે મોટો નિર્ણય લીધો છે. સરકારે નિકાસ સ્પર્ધાત્મકતા વધારવા માટે નિકાસ પરના ટેક્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયથી AA ધારકો, નિકાસલક્ષી એકમો અને વિશેષ આર્થિક ઝોનમાં કાર્યરત એકમોને ફાયદો થશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આ જાહેરાત કરી છે. આ ટેક્સ મુક્તિની જોગવાઈઓ 1 જૂનથી અમલમાં આવશે.
નિકાસકારોને સમાન તકો
તમને જણાવી દઈએ કે પહેલા આ કેટેગરી હેઠળના લાભો માત્ર 5 ફેબ્રુઆરી 2025 સુધી જ આપવામાં આવતા હતા, પરંતુ હવે આ લાભો પુનઃસ્થાપિત થવાથી તમામ ક્ષેત્રોના નિકાસકારોને સમાન તકો મળશે. નોંધનીય છે કે સરકારની મહત્વકાંક્ષી RODTEP યોજના 1 જાન્યુઆરી, 2021ના રોજ લાગુ કરવામાં આવી હતી. જેથી કરીને કોવિડ દરમિયાન વ્યાપારી પ્રવૃત્તિઓ વધારી શકાય અને નિકાસકારોને થઈ રહેલું નુકસાન ઘટાડી શકાય. સરકારની આ યોજના WTOના ધારાધોરણો અનુસાર છે. આ કાર્યક્રમની પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે, તે એન્ડ ટુ એન્ડ નામના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવે છે.
The Government of India has announced the restoration of benefits under the Remission of Duties and Taxes on Exported Products (RoDTEP) scheme for exports made by Advance Authorization (AA) holders, Export-Oriented Units (EOUs), and units operating in Special Economic Zones… pic.twitter.com/4zluAsUUE4
— ANI (@ANI) May 27, 2025
આ પણ વાંચો : શું Elon musk ભારતને આપશે સસ્તુ internet, શું છે starlinkની પ્લાનિંગ?
યોજના હેઠળ 18,233 કરોડ રૂપિયા ફાળવ્યા
નાણાકીય વર્ષ 2025-26 માટે, સરકારે આ યોજના હેઠળ 18,233 કરોડ રૂપિયા ફાળવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે સહાયમાં સ્થાનિક ટેરિફ વિસ્તારની નિકાસ માટે 10,780 HS લાઇન અને વિશેષ શ્રેણીઓ હેઠળ નિકાસ માટે 10,795 HS લાઇન આવરી લેવામાં આવશે.
ભારતનો ઝડપી વિકાસ
HSBCના રિપોર્ટ અનુસાર, સપ્લાય ચેઇન ફરીથી બનાવવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ભારત પાસે નિકાસ વધારવાની પૂરતી તકો છે. મિડ-ટેક શ્રમ-સઘન ક્ષેત્રોમાં નિકાસને વેગ આપવા માટે સરકારનું દબાણ સામૂહિક વપરાશ, રોકાણ અને GDP વૃદ્ધિને વેગ આપવા માટે મદદ કરી શકે છે. રિપોર્ટ અનુસાર, વૈશ્વિક માન્યતા છે કે ભારત ઘરેલું માંગ દ્વારા સંચાલિત અર્થતંત્ર છે પરંતુ વિશ્વ સાથે વધતી સ્પર્ધાના યુગમાં, ભારતે સૌથી ઝડપી ગતિએ વિકાસ કર્યો છે.
આ પણ વાંચો : RBI એ સરકારને ચૂકવ્યા 2.69 લાખ કરોડ રૂપિયા, જાણો કારણ